ભક્તિ ભોજન અને ભજનનો ત્રિવેણી સંગમ એટલે છલાળા અમરધામ ત્યારે પ્રસિદ્ધ શિવ કથાકાર મુકેશ ગીરીબાપુ દ્વારા જણાવાયું હતું કે શિવલિંગના દર્શનથી અસાધ્ય રોગો મટે છે. વધુમાં જણાવ્યું હતું કે આપણા દેશમાં અનેક શિવાલયો છે જેના માત્ર દર્શનથી બધી જ મનોકામનાઓ પૂર્ણ થાય છે. પ્રદોષ કાળમાં ભગવાન શિવની પૂજાનું વિશેષ મહત્વ હોય છે.
પ્રદોષ વ્રતનાં દિવસે ભક્તો ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરે છે.
આ પ્રદોષ વ્રતની અસરથી લગ્નજીવનમાં સૌભાગ્ય અને સુખ, શાંતિ અને સમૃદ્ધિ વધે છે અને મનુષ્યનું કલ્યાણ કરે છે.
શિવતાંડવ સ્તોત્ર, શિવચાલીસાનો પાઠનું વિશેષ મહત્વ દર્શાવવામાં આવ્યું છે.
આ દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરવાની પરંપરા છે. ગરીબો અને જરૂરિયાતમંદોને દાનનું વિશેષ મહત્ત્વ છે. આ સાથે આ દિવસે ભગવાન શિવનો રુદ્રાભિષેક પણ કરવામાં આવે છે. માસિક શિવરાત્રીના દિવસે ભગવાન શિવનો રુદ્રાભિષેક કરવો વિશેષ ફળદાયી માનવામાં આવે છે.
વધુમાં ગીરીબાપુ એ જણાવ્યું હતું કે અનેક લોકો બલીનાં નામે પશુઓની હત્યા કરે છે. અને બોકડાઓ અને કૂકડાઓની બલી ચડાવી છે. જાગૃત માણસો પ્રયાસોથી આજે બલી પથા બંધ થઈ છે. ધન્ય છે એ જાગૃત માણસો કે જેને બલી પ્રથા બંધ કરાવી અને માતાજીને લાપસીના નિવેદ્ય ધરાવવા માટે પ્રયાસો કર્યા. રોજ રાત્રે ભજન સંધ્યાનો કાર્યક્રમ અંતર્ગત ગુજરાત ભરના નામી અનામી કલાકારો દ્વારા વજનની રમઝટ બોલાવવામાં આવી હતી.
આ પ્રસંગે ગોપનાથ મંદિરના મહંત આત્માનંદ સરસ્વતી તથા નામી અનામી સંતો તથા મોટી સંખ્યામાં શ્રોતાઓ ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર : ભરતસિંહ પરમાર, સુરેન્દ્રનગર

