બોક્સ. /છોટાઉદેપુર શિક્ષણ વિભાગ તરફથી તપાસ પણ કરવામાં આવી રહી છે તેમ બોડેલી તાલુકા શિક્ષક સંઘના પ્રમુખ દ્વારા જણાવવામાં આવ્યું હતું પરંતુ સોમવાર સુધી કોઈ કાર્યવાહી ન થતા અંતે સ્કૂલને તાળા માર્યા હતા.
બોડેલી તાલુકાના તરગોળ ગામની પ્રાથમિક શાળામાં અંદાજિત ત્રણ દિવસ પહેલા સ્કૂલના વિદ્યાર્થીઓને મજૂરી કામ કરાવતો વિડિયો ગામના જાગૃત નાગરિકે વાયરલ કર્યો હતો

જે વીડિયોને મીડિયામાં પ્રસિદ્ધ થતા છોટાઉદેપુર શિક્ષણ વિભાગ દ્વારા તપાસ કરવામાં આવશે તેવી બાહેધરી પણ આપી હતી પરંતુ કોઈ કાર્યવાહી ન થતા સોમવારે સ્કૂલ શરૂ થતા તરગોળ ગામના ગ્રામજનો ભેગા થયા હતા અને સ્કૂલને તાળાબંધી કરી હતી સ્કૂલમાં વિદ્યાર્થીઓ અનેવિદ્યાર્થીઓના વાલીઓ દ્વારા સ્કુલને તાળા મારવામાં આવ્યા હતાઅને વિદ્યાર્થીઓને સ્કૂલ ન મોકલવા વાલીઓએ નિર્ણય કર્યો હતો

