40.7 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

અંકલેશ્વર શહેર અને ભડકોદરા ભાજપ દ્વારા સ્વતંત્રતા પર્વની આગોતરી ઉજવણીના ભાગ રૂપે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન

અંકલેશ્વર શહેર અને ભડકોદરા ભાજપ દ્વારા સ્વતંત્રતા પર્વની આગોતરી ઉજવણીના ભાગ રૂપે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરાયું
=ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ ઉપસ્થિત રહ્યા.
તિરંગા યાત્રા માં મોટી સંખ્યા માં શહેરીજનો જોડાયા .

અંકલેશ્વર શહેર અને ભડકોદરા ભાજપ દ્વારા સ્વતંત્રતા પર્વની આગોતરી ઉજવણી ના ભાગ રૂપે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ ની અધ્યક્ષતા હેઠળ ભવ્ય તિરંગા યાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું .આ તિરંગા યાત્રા માં ભાજપ ના કાર્યકરો અને શહેરીજનો જોડાયા હતા .

સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે અંકલેશ્વર શહેર અને ભડકોદરા ભાજપ દ્વારા શહેર અને ગ્રામ્ય વિસ્તાર માં માં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ તિરંગા યાત્રા માં ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ ઉપસ્થિત રહ્યા હતા ,શહેર ના ચૌટાનાકા પાસે મેઘના આર્કેડ થી નીકળેલી ભવ્ય તિરંગા યાત્રા માં ભાજપ ના હોદ્દેદરો ,નગરપાલિકા ના સભ્યો સહીત ભાજપ ના કાર્યકરો અને મોટી સંખ્યા માં શહેરીજનો હાથમા તિરંગો લઇ જોડાયા હતા આ તિરંગા યાત્રા ચૌટા બજાર થઇ જવાહર બાગ ખાતે પહોંચી ને સમાપન કરવામાં આવ્યું હતું તિરંગા યાત્રા દરમ્યાન શહેરમાં દેશપ્રેમનો જુસ્સો છલકાતો નજારો જોવા મળ્યો હતો .આ પ્રસંગે શહેર ભાજપ ના પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કર્ણા ,નગરપાલિકા ના પ્રમુખ લલીતાબેન રાજપુરોહિત સહીત ના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. અને ત્યાર બાદ અંકલેશ્વર ના ભડકોદરા ગ્રામ્ય વિસ્તાર માં તાલુકા પ્રમુખ અને અંકલેશ્વર મામલતદાર કરણસિંહ રાજપુત જેવા મહાનુભાવો હાજર રહ્યા હતા

Related posts

આવતીકાલે દેવ ઉઠી એકાદશી નિમિત્તે શ્રી વિઠ્ઠલનાથજી ભગવાનનો 215 મો વરઘોડો વડોદરા ના રાજમાર્ગ પર નીકળશે

admin

રોડ શૉ શરૂ : વડોદરાવાસીઓનું અભિવાદન ઝીલતા મોદી – પેડ્રો

admin

ગુજરાત વિકાસ સપ્તાહ 24 વર્ષ સફળ નેતૃત્વની ઉજવણીનો કાર્યક્રમ ડભોઇ નગરપાલિકા ખાતે યોજાયો.

admin

Leave a Comment