43.5 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 29, 2026
Genius Daily News
જુનાગઢ જિલ્લોવિસાવદર

વિસાવદર તાલુકાના ચાપરડા ગામે યોજાઈ ગ્રામસભા લોકોની ઉગ્ર રજૂઆત વહીવટ તંત્રનું લોલમ લોલ

વિસાવદર તાલુકાના ચાપરડા ગામે ગ્રામસભા નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં માત્ર અને માત્ર ગ્રામસભામાં તલાટી મંત્રી હાજર રહ્યા હતા જ્યારે ગ્રામસભા ની અંદર ગામના જાગૃત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા . આ ગામની અંદર હાલમાં સરપંચ છે નહીં માટે ગામનો વહીવટ વહીવટ વહીવટદાર દ્વારા કરવામાં આવી રહ્યો છે ગામના લોકોનું કહેવામાં આવ્યું છે કે ચાપરડા ગામની અંદર આજ સુધીમાં વહીવટદાર જોવા મળ્યા નથી તો તંત્ર શું કરે છે ગામના ગામજનોના પ્રશ્નો ગ્રામસભામાં રજૂ કરવામાં આવ્યા હતા . જેમાં ખાસ કરી આવાસ યોજના ના પ્રશ્નો ની ચર્ચા કરવામાં આવી હતી . ઘણા સમયથી ગામમાં આવાસ યોજનાથી જરૂરિયાત મંદ લોકો આ યોજનાથી વંચિત છે ગામમાં કાદવ કીચડ ખાડા ખભડાવાળા રોડ આવા અનેક પ્રશ્નો સામે આ ગામ જજુમી રહ્યું છે ત્યારે જવાબદાર તંત્રને લોકો પ્રશ્ન ઉઠાવી રહ્યા છે કે ગામમાં જો વહીવટદાર નિમાયા હોય તો ગામના લોકોને રૂબરૂ મુલાકાત લે અને લોકોની સમસ્યાઓ જાણે અને તેનું નિરાકરણ કરે અન્યથા આગળના સમયમાં ગ્રામજનો દ્વારા ઉગ્ર પગલાં લેવામાં આવશે તેવું ગ્રામજનોએ આ ગ્રામ સભામાં જણાવ્યું હતું . રિપોર્ટર કનુભાઈ સાસીયા વિસાવદર

Related posts

MLA શંભુપ્રસાદ ટુંડિયાનો વિસાવદરમાં ચૂંટણી પ્રસાર

admin

વિસાવદર તાલુકા અનુસૂચિત જાતિ સમાજના નવા હોદ્દેદારોની થઈ નિમણૂક

admin

વિસાવદર તાલુકાના શાપર ગામે સિંહે કર્યું 35 ઘેટાં બકરાનો શિકાર

admin

Leave a Comment