32.2 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 28, 2026
Genius Daily News
ઉનાગીર સોમનાથ જિલ્લો

કેબીનેટ મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા સાહેબના હસ્તે ધ્વજવંદન થયું

દેશભરમાં ૭૯માં સ્વતંત્રતા પર્વની થઈ રહેલી ઉજવણીમાં સાથે ગીર સોમનાથ જીલ્લામાં કેબીનેટ મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા સાહેબની અધ્યક્ષતામાં ગીરગઢડા ખાતે જીલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી.

ગીરગઢડાના ક્રિષ્ના પાર્ક સોસાયટીના મેદાનમાં ૭૯માં સ્વતંત્રતા પર્વની દબદબાભેર ઉજવણી સાથે કેબીનેટ મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા સાહેબ એ આન, બાન, શાન સાથે તિરંગાને સલામી આપી અને ધ્વજવંદન કર્યું હતું.

જીલ્લા કક્ષાના ૭૯માં સ્વતંત્રતા પર્વની ઉજવણી નિમિત્તે મંત્રીશ્રીએ જીલ્લા કલેક્ટરશ્રી એન.વી.ઉપાધ્યાય સાહેબ અને જીલ્લા પોલીસ વડાશ્રી મનોહરસિંહ જાડેજા સાહેબ સાથે પરેડ નિરીક્ષણ કર્યું હતું. જીલ્લાના વિકાસ માટે મંત્રીશ્રીએ રૂ. ૨૫ લાખનો ચેક જીલ્લા કલેક્ટરશ્રીને અર્પણ કર્યો હતો.

સ્વતંત્રતા સમારોહની ઉજવણીમાં જીલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી મંજૂલાબહેન મૂછાર, ઉનાના માનનીય ધારાસભ્યશ્રી કાળુભાઈ રાઠોડ (કે.સી.રાઠોડ), કોડીનારના ધારાસભ્યશ્રી ડૉ.પ્રદ્યુમનભાઈ વાજા, પૂર્વ સાંસદશ્રી દીનુભાઈ સોલંકી, જીલ્લા ભાજપ પ્રમુખશ્રી ડો.સંજયભાઈ પરમાર, જીલ્લા પોલીસવડાશ્રી મનોહરસિંહ જાડેજા સાહેબ, જીલ્લા કલેકટરશ્રી એન.વી.ઉપાધ્યાય સાહેબ, જીલ્લા વિકાસ અધિકારીશ્રી સ્નેહલ ભાપકર, નાયબ વન સંરક્ષકશ્રી ઉષ્માબહેન નાણાવટી, ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી યોગેશ જોશી, જીલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેનશ્રી ડાયાભાઈ જાલોન્ધરા, ગીરગઢડા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી ભગવતીબેન સાંખટ, જીલ્લા પંચાયત ના સદસ્યશ્રી હરિભાઈ સોલંકી સહિત ગણમાન્ય નાગરિકો અને ગીરગઢડાના નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર ભાલીયા માધુ ઉના

Related posts

વેરાવળ શહેર ભાજપ મહિલા મોરચા પ્રમુખ દ્વારા મહિલાઓ માટે ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરાયું

admin

ઉના તાલુકાના સીમર જગજીવન બાપુ સેવાશ્રમ ખાતે “શ્રી સદગુરુ ગાદી સમન્વય મહોત્સવ”ની ઉજવણી

admin

ગીર સોમનાથ ના ઘાંટવડ ગામમાં આંખલાઓનાં આંતક થી લોકો નાં જીવ જોખમમાં..

admin

Leave a Comment