40.7 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
ભરુચભરુચ જિલ્લો

ભરૂચમાં વરસાદને કારણે અજગર ખેતરમાં દેખાયો,8 ફૂટ ના અજગરને રેસ્ક્યુ કરી સુરક્ષિત સ્થળે છોડાયો

ભરૂચ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી વરસી રહેલા ભારે વરસાદને કારણે ગામડાઓમાં નદી-નાળા છલકાઈ ગયા છે. જેના કારણે સર્પ સહિતના જીવજંતુઓ બહાર આવી જતા લોકોમાં ભયનું માહોલ સર્જાયો છે. આવી જ એક ઘટના શુકલતીર્થ સામે આવેલ કરજણ ગામે બની હતી.કરજણ ગામ નજીક સાધના મંદિર ફાર્મ ખાતે ખેતરમાં એક વિશાળ અજગર જોવા મળ્યો હતો. ખેતરના માલિક રમેશ માલીવાડે તરત જ આ બાબતે સર્પ રેસ્ક્યુ કાર્યકરો ઝાહિદ દિવાન અને હિતેશ સોલંકીને જાણ કરી હતી. માહિતી મળતાં જ બંને કાર્યકરો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા.સાવચેતીપૂર્વક 8 ફૂટના અજગરને કાબૂમાં લઈ સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ વન વિભાગના માર્ગદર્શન હેઠળ અજગરને સુરક્ષિત સ્થળે છોડી દેવામાં આવ્યો હતો.

Related posts

ગાયને કારમાં ક્રૂરતાપૂર્વક બાંધીને લઈ જતાં શખ્સોનો પર્દાફાશ અખિલ ભારત હિન્દુ મહાસભાના કાર્યકર્તાઓએ કાયદેસરની કાર્યવાહી કરાવી

admin

અંકલેશ્વર તંત્ર દ્વારા અંકલેશ્વરની વાલિયા ચોકડી નજીક મેગા ડીમોલેશન હાથ ધરવામાં આવ્યું

admin

ભરૂચ-અંકલેશ્વર રોડ પર કોન્ટ્રાકટર દ્વારા રાતો રાત બમ્પર બનાવી દેતા સર્જાયો અકસ્માત

admin

Leave a Comment