Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા શહેર નજીક બિલ ગામના રહીશો દ્વારા રોડ રસ્તા સહિતની પ્રાથમિક સુવિધાઓના અભાવે વિરોધ પ્રદર્શન

સ્માર્ટ સિટી વડોદરા શહેર નજીક બિલ ગામના રહીશો દ્વારા રોડ રસ્તા સહિતની પ્રાથમિક સુવિધાઓના અભાવે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

કહેવાતી અને કાગળ ઉપરની સ્માર્ટ સિટી વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર લોકોને પ્રાથમિક સુવિધાઓ આપવામાં તદ્દન નિષ્ફળ નિવડ્યું છે. ત્યારે શહેરના બીલ ગામના રોડની પણ છેલ્લા ઘણા સમયથી ખખડધજ હાલત થઈ છે. વાહનચાલકોમાં અકસ્માતનો ભય ફેલાયો છે. વારંવાર રજૂઆત કરવામાં આવી છે. તેમ છતાં આજે પાલિકામાં સમાવેશ કર્યાને બિલ ગામને છ વર્ષ ઉપરાંતનો સમય વીતી ગયો છે, તેમ છતાં પણ પ્રાથમિક સુવિધા નો અભાવ જોવા મળ્યો છે રોડ ઉપર ખાડા પડી ગયા છે. જેમાં વરસાદી પાણી ભરાઈ રહે છે. પસાર થતાં નાગરિકોને મુશ્કેલી પડી રહી છે ત્યારે સ્થાનિક લોકોએ એકત્ર થઈ તંત્ર સામે ઉગ્ર સૂત્રોચાર કરીને પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો.

Related posts

ગુજરાત હાઉસિંગ બોર્ડ ગોરવા દ્વારા માં અંબા ગરબા મહોત્સવ માં આઠમા નોરતે ગરબા ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમ્યા

admin

ડભોઇ નગરપાલિકાનુ પાંચ કરોડના ખર્ચે બનેલ નવા બિલ્ડીંગનું લોકાર્પણ કરવામાં આવ્યું

admin

વડોદરાના વિકાસમાં નવું છોગું : અકોટામાં ₹18 કરોડના ખર્ચે આધુનિક લાયબ્રેરી અને સ્વિમિંગ પૂલનું ખાતમુહૂર્ત

admin

Leave a Comment