32.2 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 28, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરાના વિકાસમાં નવું છોગું : અકોટામાં ₹18 કરોડના ખર્ચે આધુનિક લાયબ્રેરી અને સ્વિમિંગ પૂલનું ખાતમુહૂર્ત

Vadodara શહેર હંમેશા તેની કલા, સંસ્કૃતિ અને શિક્ષણ માટે ઓળખાતું રહ્યું છે. આ વારસાને આધુનિક દિશા આપતા Vadodara Municipal Corporation (VMC) દ્વારા Akota વિધાનસભા વિસ્તારમાં જનસુવિધાના બે મહત્વપૂર્ણ પ્રકલ્પોનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

રાજ્યના ગૃહમંત્રી Harsh Sanghavi દ્વારા અગાઉ આ કામોનું ડિજિટલ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આ પ્રકલ્પોને જમીન સ્તરે વેગ આપવા માટે અકોટાના ધારાસભ્ય Chaitanyabhai Desai, મેયર Pinkyben Soni, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન Sheetal Mistry તથા ડેપ્યુટી મેયર Chirag Barot ની ઉપસ્થિતિમાં વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં બંને વોર્ડના કોર્પોરેટરો, વોર્ડ પ્રમુખો અને કાર્યકરો પણ હાજર રહ્યા હતા.

આધુનિક લાયબ્રેરી બનશે ‘નોલેજ હબ’
વોર્ડ નં. 11 માં કોર્ટ રોડ પર, Eurocare Hospital ની પાછળ અને Utkarsh School નજીક એક અત્યાધુનિક લાયબ્રેરીનું નિર્માણ થવાનું છે. આ લાયબ્રેરી માત્ર પુસ્તકો માટેનું કેન્દ્ર નહીં, પરંતુ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે એક આધુનિક ‘નોલેજ હબ’ તરીકે વિકસાવવામાં આવશે. અહીં શાંત અભ્યાસ વાતાવરણ, હાઈ-સ્પીડ ઈન્ટરનેટ અને ડિજિટલ રિસોર્સિસ જેવી સુવિધાઓ ઉપલબ્ધ રહેશે.

ઓલિમ્પિક ધોરણનું સ્વિમિંગ પૂલ
વોર્ડ નં. 12 માં અકોટા અતિથિ ગૃહની પાછળ એક ભવ્ય ઓલિમ્પિક સ્ટાન્ડર્ડ સ્વિમિંગ પૂલ બનાવવામાં આવશે. આધુનિક ફિલ્ટરેશન સિસ્ટમ અને આંતરરાષ્ટ્રીય ધોરણો અનુસાર બનનાર આ સ્વિમિંગ પૂલથી આશરે ૪ લાખથી વધુ નાગરિકોને સીધો લાભ મળશે. શહેરના યુવાનો માટે સ્વિમિંગ ક્ષેત્રે કારકિર્દી બનાવવા માટે આ ઉત્તમ પ્લેટફોર્મ સાબિત થશે તેમજ સામાન્ય નાગરિકો માટે સ્વાસ્થ્ય જાળવવાનું એક ઉત્તમ કેન્દ્ર બનશે.

આ બંને પ્રકલ્પો લગભગ ₹18 કરોડના ખર્ચે સાકાર થવાના છે. આ પ્રસંગે ડેપ્યુટી મેયર Chirag Barot અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન Sheetal Mistry એ જણાવ્યું હતું કે કોર્પોરેશન નાગરિકોની પાયાની જરૂરિયાતો સાથે તેમની જીવનશૈલી સુધરે તેવા આધુનિક પ્રોજેક્ટ્સ પર ખાસ ભાર મૂકી રહ્યું છે.

Related posts

ગુરુપૂર્ણિમા ઉત્સવની વ્રજધામ ખાતે ભવ્ય ઉજવણી સંપન્ન થઇ. *શ્રીકૃષ્ણ ચરિત્રથી શૃંગારતી ભારતીય સંસ્કૃતિને સમર્પિત ” Krishna Kids Pre School “નું ઉદ્ઘાટન

admin

VMCની દબાણ શાખાએ અકોટા ગામ પાસે મુખ્ય માર્ગ ઉપર આવેલા દબાણોને દૂર કર્યા

admin

વડોદરા પોલીસ કમિશનર જાતે માર્ગ પર ઉતર્યા, હેલ્મેટ જાગૃતિ માટે નાગરિકોને આપી અપીલ

admin

Leave a Comment