વડોદરા પોલીસ કમિશનર નરસિંહમાં કોમર આજે મોડી સાંજે અકોટા દાંડિયા ભજન ચાર રસ્તા પાસે જાતે માર્ગ પર ઉતરી નાગરિકોને હેલ્મેટ પહેરવાની અપીલ કરી. તેમણે લોકો સાથે સીધો સંપર્ક સાધી જણાવ્યું કે હેલ્મેટ માત્ર કાયદાનો નિયમ નહીં પરંતુ પરિવારની સુરક્ષા માટે અત્યંત જરૂરી છે.
છેલ્લાં ઘણા દિવસોથી નરસિંહમાં કોમર સોશિયલ મીડિયા અને લોકજાગૃતિ કાર્યક્રમો દ્વારા સતત સંદેશો આપી રહ્યા છે કે નાગરિકોએ નિયમોનું પાલન કરવું એ તેમનું ધર્મ છે. આવતી 15મી સપ્ટેમ્બરથી વડોદરામાં હેલ્મેટ પહેરવું ફરજિયાત બનવા જઈ રહ્યું છે, તે પહેલાં કમિશનરે લોકોને સ્વપ્રેરિત રીતે જાગૃત થવા અનુરોધ કર્યો.
આ જાગૃતિ અભિયાનથી શહેરમાં ટ્રાફિક સુરક્ષા અંગે સકારાત્મક સંદેશો ફેલાયો છે.

