વડોદરા મહાનગરપાલિકાના ચેરમેન દ્વારા લોકોને તરાપા, દોરડાં, ટ્યૂબ અને ટોર્ચ રાખવાના નિવેદન બાદ સામાજિક કાર્યકરો દ્વારા પાલિકા કચેરી ખાતે ટ્યૂબ, દોરડાં સાથે અનોખો વિરોધ દર્શાવવામાં આવ્યો* ગત ઓગસ્ટમાં વડોદરા પૂરપ્રકોપનુ ભોગ બન્યું. આવા સમયે નેતાઓ, નગરસેવકો તથા પાલિકા તંત્ર ફક્ત તમાશો જોયા કર્યું સિટી કમાન્ડ કંટ્રોલમાં બેસીને ત્યાં સુધી માનવતા બાજુએ મૂકી કે અન્ય શહેરના લોકોને દયા આવી અને તેમણે મોકલેલા ફૂડપેકેટ્સ,પાણીની બોટલો અને ત્યારબાદ રાજ્ય સરકારે મોકલેલ રાશનકીટો ખરેખર પુરગ્રસ્તો સુધી પહોંચી જ નહીં, કેશડોલમા પણ વહાલાદવાલાની નીતિ અપનાવાઇ. વડોદરા મહાનગરપાલિકાના સ્થાઇ ચેરમેન જ્યારથી પદ પર આરુઢ થયા છે ત્યારથી વિવાદોમાં ઘેરાયેલા રહે છે હવે વધુ એક નિવેદન તેમણે આપ્યું છે કે, લોકો ભારે વરસાદમાં સોસાયટી દીઠ તરાપો વસાવે, ટ્યૂબ, દોરડું, ટોર્ચ વસાવે એમનો કહેવાનો મતલબ પાલિકા તંત્ર પર આધાર ન રાખે આત્મનિર્ભર બને પાલિકા ફક્ત સુવિધાઓના નામે વેરો ઉઘરાવશે પ્રાથમિક સુવિધાઓ તો યોગ્ય રીતે નથી આપી શકતું પણ સાથે સાથે પછી આપત્તિ વ્યવસ્થાપન નહીં આપી શકે.ત્યારે શહેરના સામાજિક કાર્યકરો અતુલ ગામેચી, કમલેશ પરમાર, પંકજ દર્વે એ ટ્યુબ, દોરડા સાથે પાલિકા કચેરી ખાતે પહોંચી અનોખો વિરોધ નોંધાવ્યો હતો

