40.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
છોટાઉદેપુર જિલ્લો

છોટા ઉદેપુર જિલ્લા કક્ષાએ ૩ અને તાલુકા કક્ષાએ ૨૦ એમ કુલ ૨૩ માતા યશોદા એવોર્ડ

“મહિલા સંમેલન ૨૦૨૫” અને “માતા યશોદા એવોર્ડ”

છોટા ઉદેપુર જિલ્લા કક્ષાએ ૩ અને તાલુકા કક્ષાએ ૨૦ એમ કુલ ૨૩ માતા યશોદા એવોર્ડ

આંગણવાડી કાર્યકર અને હેલ્પર કાર્યદક્ષતાથી સેવાઓ પૂરી પાડે છે- મલકાબહેન

રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ અને જિલ્લા પંચાયત છોટાઉદેપુરના સ્વભંડોળ દ્વારા તડવી સમાજની વાડી હાંડોદ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલના અધ્યક્ષસ્થાને મહિલા સંમેલન ૨૦૨૫ અને માતા યશોદા એવોર્ડ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

જિલ્લા પંચાયત પ્રમુખ મલકા બહેને જણાવ્યું હતુ કે, દેશમાં તમામ ક્ષેત્રમાં મહિલાઓ યોગદાન આપી રહી છે.કેન્દ્ર સરકાર અને રાજય સરકારની વિવિધ યોજનાઓ થકી મહિલાઓ આત્મનિર્ભર બની છે.આંગણવાડી કાર્યકર અને હેલ્પર કાર્યદક્ષતાથી સેવાઓ પૂરી પાડે છે.તેમને પ્રોત્સાહિત કરવાના ઉમદાય આશ્રયથી રાજય સરકાર દ્વારા દર વર્ષે માતા યશોદા એવોર્ડ આપવામાં આવે છે.

આ પ્રસંગે ધારાસભ્ય અભેસિંહ તડવીએ પ્રાસંગીક ઉદબોદ્ધન કર્યું હતુ.

આ વર્ષે જિલ્લા કક્ષા મુખ્ય સેવિકા ૧, કાર્યકર ૧ અને હેલ્પર ૧ એમ કૂલ ૩ અને તાલુકા કક્ષાના ૦૯ આઇ સી ડી એસ ઘટકના ૦૯ કાર્યકર અને ૦૯ હેલ્પર આમ કુલ ૨૧ માતા યશોદા એવોર્ડ આપવામાં આવ્યા હતા.

આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે વહાલી દીકરી યોજનામાં લાભાર્થીઓને કીટ વિતરણ કરવામાં આવી હતી. જિલ્લામાં આરોગ્ય વિભાગ, શિક્ષણ વિભાગમાં શ્રેષ્ટ કામગીરી કરનાર મહિલા કર્મયોગીઓનું સન્માન કર્યું હતું.

આ કાર્યક્રમમા તાલુકા પંચાયત પ્રમુખ દિપીકાબેન તડવી, જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન શર્મિલાબેન રાઠવા, મહિલા બાળ વિકાસ સમિતિમાં ચેરમેન ધર્મિષ્ઠાબેન રાઠવા, જિલ્લા પંચાયતના સભ્યો, સંખેડા મામલતદાર, ટીડીઓ, છોટાઉદેપુર જિલ્લાના વિવિધ ઘટકોના સી.ડી.પી.ઓ. સહીત મોટી સંખ્યામાં આંગળવાડી કાર્યકર તેડાગર બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

પોચંબા પાણી પુરવઠા યોજનાનું નર્મદાનુ ફીલ્ટર વાળું પાણી મધ્યગુજરાત વીજકંપનીનું ટ્રાન્સફોર્મર બળી જતા પાણી નો પુરવઠો બંધ થયો

admin

છોટાઉદેપુર તાલુકાના મોટી દુમાલી ગામે ગામસાઈ ઈંદની ઉજવણી કરવામાં આવી

admin

તાંત્રિક વિધિમાં બાળકી રીતા તડવીની બલિ ચઢાવવા મામલે પોલીસનો ખુલાસો

admin

Leave a Comment