Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા ન્યાયમંદિર દૂધવાળા મોહલ્લા પાસે હોર્ન વગાડવા બાબતે મારમારી ફોર વ્હીલર ચાલક વિરુદ્ધ ગુનો નોંધાયો..

વડોદરાના દૂધવાળા મોહલ્લા વિસ્તારમાં નાનકડા અકસ્માત બાદ મામલો રાવપુરા પોલીસ સ્ટેશન પહોંચિયો— હોર્ન વગાડવા બાબતે વિવાદ, ફોર વ્હીલર ચાલક વિરુદ્ધ ગુનો

શહેરના દૂધવાળા મોહલ્લા વિસ્તારમાં આજે નાનકડી અકસ્માતની ઘટના બાદ વાતાવરણ તંગ બની ગયું હતું. ટુ વ્હીલર અને ફોર વ્હીલર વચ્ચે થયેલી સામાન્ય ટક્કર બાદ વિવાદ ઊભો થયો, જેમાં ફોર વ્હીલર ચલાવનારા શખ્સ દ્વારા ટુ વ્હીલર ચાલકને લાફો મારવામાં આવ્યો હોવાનો ગંભીર આરોપ સામે આવ્યો છે આગળ ની તપાસ પોલીસ કરી રહી છે.

પ્રાપ્ત વિગતો મુજબ, ટુ વ્હીલર ચાલક પાટણની સમાજનો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઇને રાવપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે અને ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.

જોઇન્ટ કમિશનર શ્રીમતી લીના પાટીલ, ડીસીપી ઝોન 3 અભિષેક ગુપ્તા અને ડીસીપી ઝોન 2 , એસીપી અશોક રાઠવા દ્વારા સમગ્ર ઘટનાની વિગતવાર સમીક્ષા કરવામાં આવી. મીડિયાને આપવામાં આવેલા નિવેદનમાં એસીપી રાઠવાએ જણાવ્યું કે, “આ ઘટનામાં હાલ સ્થિતિ નિયંત્રણમાં છે અને આરોપી ફોર વ્હીલર ચાલક વિરુદ્ધ BNS કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. વધુ તપાસ ચાલી રહી છે.”

ફરિયાદમાં વધુમાં ઉલ્લેખ થયો છે કે આરોપી શખ્સ પીળા કલરના ટીશર્ટમાં હતો અને અકસ્માત બાદ ઉશ્કેરણીજનક વર્તન કર્યું હતું. પોલીસે હાલમાં આસપાસના CCTV ફૂટેજ પણ મેળવવાની પ્રક્રિયા શરૂ કરી છે જેથી હકીકતો વધુ સ્પષ્ટ થઈ શકે.

શહેરમાં હાલમાં શાંતિ છે પરંતુ પોલીસ દ્વારા સંવેદનશીલ વિસ્તારમાં વધુ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે જેથી કોઇ અઘટિત ઘટના ન બને.

Related posts

વેરો નહીં ભરતા મકરપુરા એસ.ટી.ડેપો સીલ કરતી વડોદરા મહાનગર પાલિકા

admin

વડોદરામાં ‘મન કી બાત’ના ૧૨૯મા એપિસોડનું સામૂહિક પ્રસારણ

admin

રેસિડેન્સિયલ એરિયામાં જબરજસ્તીથી કોમર્શિયલ પ્રવૃત્તિઓ કરાતી હોવા મુદ્દે સ્થાનિકો દ્વારા રજૂઆત

admin

Leave a Comment