43.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા મહાનગરપાલિકાના સમાવેશ વિસ્તારમાં આવેલ કરોડિયા ગામના લોકો દ્રારા થાળી વગાડી સૂત્રોચાર કરવામાં આવ્યા

વડોદરા મહાનગરપાલિકાના સમાવેશ વિસ્તારમાં આવેલ કરોડિયા ગામ ની હાલત ખૂબ જ ગંભીર થતા ગામના લોકો દ્વારા થાળી વગાડી તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો …

વડોદરા મહાનગરપાલિકા દ્વારા સાત ગામનો સમાવેશ પાલિકામાં કરવામાં આવ્યો હતો જેમાં કરોડિયા ગામ નો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. પરંતુ પાલિકામાં સમાવેશ કર્યા છતાં આ ગામનો કોઈ પણ પ્રકારનો વિકાસ થયો જ નથી. અને આ ગામ માં છેલ્લા ઘણા વર્ષોથી રોડ રસ્તાઓ પર પડેલા ખાડા પડવા થી સોસાયટીના નાગરિકોને હાલાકી ભોગવવી પડી રહી છે. અને આજે ગામ ના લોકો દ્રારા થાળી વગાડી સૂત્રોચાર કરવામાં આવ્યા હતા રોડ નહિ તો વીટ નહીં સાથે આ લોકોના મત થી આપેલ અધિકારીઓ ની ખુરશી પણ પાછી ખેંચી લેવાની પણ ચીમકી ઉચ્ચારી હતી અને આ ગામ માં જો કોઈ મેડિકલ ની જરૂરિયાત ઊભી થાય અને 108 એમ્બ્યુલન્સ ને ફોન કરીએ તો પણ એમ્બ્યુલન્સ આ ગામમાં આવતી નથી માત્ર તંત્રના અધિકારીઓ મોટી મોટી વાતો જ કરે છે. કરોળિયા ગામના લોકો આજે ભેગા થઈ મીડિયા સમક્ષ પોતાની સમસ્યા નો આક્રોશ વ્યક્ત કર્યો હતો અને થાળી ચમચી ના અવાજથી તંત્રને જગાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો સાથે આવનાર ઇલેક્શનમાં કોઈપણ અધિકારીઓ અને નેતાઓને ગામમાં પ્રવેશ કરવા દેવામાં આવશે નહીં તેવી પણ ચીમકી ઉચ્ચારી હતી અને જો કોઈ નેતા આ ગામમાં આવશે તો ગામની મહિલાઓ દ્વારા તેઓને દંડાથી હાકલ પટ્ટી કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી

Related posts

શ્રી કુબેરેશ્વર મહાદેવ મંદિર ખાતે કેવડા ત્રીજની નિમિતે પાર્વતી માતાનું પૂજન કરવામાં આવ્યું

admin

પાલિકાની ટીમએ ગોલ્ડન ચોકડી વિસ્તારમાં મુખ્ય માર્ગ ઉપર નડતરરૂપ દબાણોનો દૂર કરાયા

admin

ખોડીયારનગર ખાતેની જ્વેલર્સની દુકાનમાં ગ્રાહક તરીકે આવી દુકાનદારની નજર ચુકવી સોનાની ઢાળકીઓની ચોરી કરી લઇ જવાના ગુનામાં સંડોવાયેલ ઇરાની ગેંગના એક આરોપીને પકડી પાડતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ.

admin

Leave a Comment