Genius Daily News
સુરત જિલ્લોસુરતસીટી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મ દિવસે સુરત પશ્ચિમ ખાતે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે

આગામી ૧૭ સપ્ટેમ્બરે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મ દિવસ છે જે અનુસ્ન્ધાને દેશભરમાં વિવિધ રીતે ઉજવણી કરવામાં આવનાર છે ત્યારે 167 સુરત (પશ્ચિમ) વિધાનસભાના ધારાસભ્ય પુર્ણેશ મોદી અને ભાજપ પરિવાર ધ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે જે અંગે આજે પત્રકાર પરિષદમાં માહીતી આપવામાં આવી હતી

ધારાસભ્ય પુર્ણેશ મોદીએ જણાવ્યું હતું કે પીએમ મોદીના જન્મદિવસને લઇ સુરતમાંથી ૩૦૦૦ જેટલા લોકોને અંબાજી લઇ જવામાં આવશે અને ત્યાં શ્રી યંત્રની પૂજા અને અર્ચના કરાવવામાં આવશે આ સાથે પીએમ મોદીના દીર્ધાયું માટે પ્રાર્થના કરવામાં આવશે આ સાથે પીએમ મોદીના વતન વડનગર ખાતે આવેલ હાટકેશ્વર મહાદેવ મંદિર ખાતે શ્ર્ધાળુઓને લઇ જવામાં આવશે. સુરતથી ૭૫ બસો દ્વારા આ લોકોને લઇ જવામાં આવશે. આ સાથે સુરતમાં pm મોદીના જન્મ દિવસની ઉજવણી ડિસ્કાઉન્ટ દિવસ તરીકે કરવામાં આવશે. હોસ્પિટલ, ઇલેક્ટ્રીક શોપ, મોબાઈલ શોપ, શાકભાજી માર્કેટ, રીક્ષા ભાડું, કરીયાણા શોપ, ફરસાણ શોપ, રેસ્ટોરન્ટ, જ્યુસ શોપ, હેર કટિંગની દુકાનોમાં 5થી લઈને 100 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ લોકોને આપવામાં આવશે આ ઉપરાંત સુરતની કેટલીક હોસ્પિટલમાં બાળકીનો જન્મ થાય તો પ્રસુતિ ચાર્જ માફ કરવામાં આવશે,

Related posts

સુરતમાં ઈદે મિલાદ કમિટીના આલીમો અને મોલવીઓના દ્રારા રવિવારના રોજ જુલુસ કાઢવાના લેવાયો નિર્ણય

admin

સુરતમાં ગણપતિજીની વિસર્જન યાત્રામાં નજીવી બાબતે બબાલ થતાં પોલીસે પરિસ્થિતિને કાબુમાં લેવા હળવો બળ પ્રયોગ કર્યો

admin

સુરતના ઘોડદોડ રોડ સ્થિત કાકડીયા કોમ્પ્લેક્સ પાસે વિજ્ઞાન રાજા ગણેશ મૂર્તિની સ્થાપના કરવામાં આવી

admin

Leave a Comment