33.2 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

હરણી બોટ કાંડ પીડીતા મહિલાઓની પોલીસ દ્વારા અટકાયત

પાલિકાની વડી કચેરી ખાતે સામાન્ય સભા મળી હતી જેને જોવા માટે હરણી બોટ કાંડ માં જેવું ગુમાવનાર નિર્દોષ બાળકોના બે માતાઓ પાલિકા પહોંચ્યા હતા. જ્યાં પોલીસ દ્વારા તેઓની અટકાયત કરી નવાપુરા પોલીસ સ્ટેશન લઈ આવતા સવાલો ઊભા થયા છે.

પાલિકાની સામાન્ય સભા જોવા માટે કોઈપણ સામાન્ય નાગરિક આવી શકે છે કાઉન્સિલર તરફથી ભલામણ હોય તો પાલિકામાંથી સભા જોવા માટે શું કરવામાં આવતા હોય છે અને પાલિકા તરફથી પાસ ઇસ્યુ કરવામાં આવતા હોય છે. આ રીતે જ પરિવારની બે માતાઓ સરલા સિંંદે અને સંધ્યા નિઝામા પાસ લઈને સામાન્ય સભા જોવા પ્રેક્ષક ગેલેરીમાં બેઠા હતા ત્યારે તેઓને સિક્યુરિટી દ્વારા બહાર કાઢી નવાપુરા પોલીસ દ્વારા અટકાયત કરી પોલીસ સ્ટેશન લાવવામાં આવતા સવાલો ઊભા થયા છે. આ બાબતે જાણ તેઓના પતિને થતા તેઓ પણ પોલીસ સ્ટેશનને પહોંચ્યા હતા. જ્યારે વિરોધ પક્ષના તમામ કાઉન્સિલરો પણ પોલીસ મથકે એકઠા થયા હતા. અને આ પ્રકારની કાર્યવાહીને સખત શબ્દોમાં વખોડી હતી.

અટકાયત કરેલ પીડિત માતાએ જણાવ્યું હતું કે અમે તમામ પાલિકાના નીતિ નિયમ પ્રમાણે શાંતિથી સભા જોવા બેઠા હતા ત્યારે અમારી સાથે આ પ્રકારનું વર્તન કરવામાં આવ્યું તે ખૂબ જ દુઃખદની બાબત છે. અમારે હવે ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ થઈ ચૂક્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે આ બે માતાઓ ભારતીય જનતા પાર્ટીમાંથી સસ્પેન્ડ થયેલ કાઉન્સિલર આશિષ જોષી અને હાલમાં ભારતીય જનતા પાર્ટીમાં કાઉન્સિલર એવા પારૂલબેન પટેલ ના ભલામણ પર સભા જોવા માટેના પાંચ ઇશ્યૂ કરવામાં આવ્યા હતા.

આ બાબતે કાઉન્સિલર આશિષ જોષી એ પોતાનો વિરોધ નોંધાવી આ કાર્યવાહીને લોકશાહીની વિરુદ્ધ ગણાવી હતી.

Related posts

ડભોઈમાં બ્રહ્માકુમારી સેવા કેન્દ્રના નવનિર્મિત ભવનનો ગૃહ પ્રવેશ, 43 વર્ષથી ચાલતી સેવા વધુ વિસ્તરશે

admin

વડોદરા શહેરના કાછીયા પટેલ જ્ઞાતિ પંચ સમસ્ત દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ૫૦મો સમુહ લગ્નોત્સવ

admin

વડોદરા શહેરમાં આજરોજ જુદા જુદા પરીક્ષા સેન્ટરો પર નીટની પરીક્ષા લેવામાં આવી

admin

Leave a Comment