Genius Daily News
ચુડાસુરેન્દ્રનગર જિલ્લો

ચુડા તાલુકા પંચાયતનાં પ્રમુખ રજા ઉપર ઉતરતાં નવા પ્રમુખની વરણી કરવામાં આવી.

સુરેન્દ્રનગર જિલ્લાનાં ચુડા તાલુકા પંચાયતનાં પ્રમુખ ઈશ્વરભાઈ માધર જેઓ પોતાનાં વ્યક્તિગત કારણોસર એક માસની રજા ઉપર ઉતરી જતાં તાલુકા પંચાયતનાં ઉપપ્રમુખ વિનોદભાઈ વાઘેલાને પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી હતી.
વિનોદભાઈ વાઘેલાની ચુડા તાલુકા પંચાયતનાં પ્રમુખ તરીકે વરણી લોયાધામ સ્વામિનારાયણ મંદિરના સંતોની ઉપસ્થિતિમાં વિનોદભાઈ વાઘેલાને હાર પહેરાવીને ચુડા તાલુકાનાં વિકાસના કામો કરીને ચુડા તાલુકાને અગ્રેસર બનાવવાં માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
લોયાધામ સ્વામિનારાયણ મંદિરના સંતોની ઉપસ્થિતિમાં ચુડા તાલુકા પંચાયત ખાતે કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમમાં સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતનાં કારોબારી ચેરમેન જશુભા સોલંકી,ચુડા તાલુકા ભાજપ પ્રમુખ જયદીપસિંહ ઝાલા,તનકસિંહ રાણા,ઘનશ્યામભાઈ રોજાસરા,માનસંગભાઈ મસાણી,ચુડા ગ્રામ પંચાયતનાં સરપંચ રોહિતભાઈ લકુમ સહિતનાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતાં.

Related posts

મુળી તાલુકાનાં ગઢડામાં ભુગર્ભ ગટરકામમાં ભ્રષ્ટાચારે ગંદકીથી ગામને લીધું બાનમાં ભુગર્ભ ગટર કામમાં મોટો ભ્રષ્ટાચારની બૂ આજસુધી તટસ્થ તપાસ કરવામાં આવી નથી

admin

સુરેન્દ્રનગર જિલ્લાભરમાં ૭૭માં પ્રજાસત્તાક પર્વની ઉત્સાહભેર ઉજવણી કરાઇ

admin

દ્વારકા થી મથુરા જવા નીકળેલી શ્રીકૃષ્ણ જન્મભૂમિ મુક્તિ આંદોલન યાત્રાનું ચોટીલામાં ભવ્ય સ્વાગત

admin

Leave a Comment