Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તાર સુભાનપુરા ખાતે શિશુ ગરબા મહોત્સવ 2025નું આયોજન કરવામાં આવ્યું

વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તાર સુભાનપુરા ખાતે શિશુ ગરબા મહોત્સવ 2025નું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે નવ દિવસ નવરાત્રીમાં ગરબાની આરાધના સાથે માતાજીની મૂર્તિ ની સ્થાપના કરી નવ દુર્ગા માતાજીની પ્રતિમા નું પૂજન અર્ચના કરી. ગરબા ની શરૂઆત કરવામાં આવી.મોટી સંખ્યામાં ખૈલેયાઓ મન મુકીને ગરબાના તાલે ઝુમ્યા હતા.

આસો સુદ એકમ સોમવાર થી શારદીય નવરાત્રી નો પ્રારંભ થઇ ગયો છે તયારે દેશભરમાં નવરાત્રીની શરૂઆત થઇ ગઇ છે. વડોદરામાં નવરાત્રી પર રમાતા ગરબા વિશ્વભરમાં પ્રખ્યાત છેવડોદરા શહેરના પશ્ચિમ વિભાગ સુભાનપુરા ખાતે શિશુ ગરબાત્રા શિશુ ગરબા ગ્રાઉન્ડ – જય સાંઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ તેમજ શ્રીરંગ રાજેશ આયરે દ્વારા પ્રતિ વર્ષે શિશુ ગરબા મહોત્સવનું આયોજન ઝાંસી કી રાણી ચોક પાસે આવેલા ગરબા ગ્રાઉન્ડમાં કરવામાં આવે છે આ વર્ષે પણ શિશુ ગરબા મહોત્સવ 2025 નું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે નવ દિવસ નવરાત્રીમાં ગરબાની આરાધના સાથે માતાજીની મૂર્તિ ની સ્થાપના કરી નવ દુર્ગા માતાજીની પ્રતિમા નું પૂજન અર્ચના સાથે આરતી કરવામાં આવી


ત્યારબાદ નાની બાળાઓ ના હસ્તે રિબન ખોલી ગરબા ગ્રાઉન્ડ માં પ્રવેશ કરી ગરબા ને ખુલ્લું મુકાયું હતું. શિશુ ગરબા મહોત્સવ નાઆયોજક અને પૂર્વ કાઉન્સિલર રાજેશ આયરે, યુવા કોર્પોરેટર શ્રીરંગ આયરે,આયોજક રોનક આયરે, દિપક આયરે,પૂર્વ કાઉન્સિલર પૂર્ણિમાબેન આયરે આયરે પરિવાર તેમજ જય સાંઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ ટીમ અને શીશુ ગરબા ટીમના સૌ પરિવારના સભ્યો ઉપસ્થિત રહી ખેલૈયા નો ઉત્સાહ વધારે હતો. શિશુ ગરબા ગ્રાઉન્ડ માં ગરબા નો કલાકારો ગરબાના ની રમઝટ જમાવી હતી.મોટી સંખ્યામાં ખેલૈયાતથા માઈભક્તો ગરબા ના તાલે ઝુમ્યા હતા.

Related posts

વડોદરાના પરિવાર ચાર રસ્તા પાસે આવેલ જય જલારામ સેવઉસળમાં બાળ મજૂરી કરાવનાર દુકાન સંચાલકની અટકાયત

admin

લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં યુવક નું અપહરણ

admin

સાવલી પોલીસ મથકના પી.આઈ. ઉપર દૂધકેન ભરેલી ઇકોકારના ચાલક યુવક પર મારમારી રોફગીરી કરવાનો આક્ષેપ

admin

Leave a Comment