કોન્સર્ટ હોલ, નૃત્ય વિભાગ, પરફોર્મિંગ આર્ટ્સ ફેકલ્ટી,મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા
નૃત્ય વિભાગ, પરફોર્મિંગ આર્ટ્સ ફેકલ્ટી દ્વારા એક દિવસીય ગરબા મહોત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું .વર્ષો ની પરંપરાથી આ કાર્યક્રમ ની ઉજવણી કરવામાં આવે છે, વિભાગીય અધ્યક્ષ ડૉ.સ્મૃતિ વાધેલા ના કહેવા મુજબ આ કાર્યક્રમના આયોજન ધ્વારા આજના યુગ ના વિધાર્થીઓ ને તેમજ બહારના દેશ થી ભણવા આવેલા વિધાર્થીઓ ને ગુજરાત ની પ્રાચીન સમૃદ્ધ પરંપરા તેમજ સંસ્કૃતિ ના દર્શન કરાવવાનો હેતુ છે. માતાજી ની ભક્તિ માં તરબતોળ થવાનો આ સુંદર દિવસ એટલે શક્તિ પર્વ . આ કાર્યક્રમ ની સફળતા અપાવવા તમામ વિભાગીય અધ્યક્ષો તેમજ ફેકલ્ટી ના ડીન શ્રી નો સદૈવ સહકાર તેમજ પ્રોત્સાહન સાંપડ્યું છે.
આ કાર્યક્રમમાં વિભાગના તેમજ ફેકલ્ટી ના તમામ વિધાર્થીઓ, શિક્ષકો જોડાયા અને સુંદર આયોજન ને વેગ અપાવ્યો.
ફેકલ્ટી ડીન પ્રો.ગૌરાંગ ભાવસાર એ આશિર્વચન પાઠવ્યા કે આ રીત ના કાર્યક્રમો ના આયોજનો થકી વિદ્યાર્થીઓ માં આપણી સંસ્કૃતિ માટે ની જાગૃતિ તેમજ ભક્તિ ભાવ પ્રગટ થાય છે.

