Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરાના પોલો ગ્રાઉન્ડમાં વિજયાદશમીએ અહંકારરૂપી રાવણના પુતળાને આખરી ઓપ આપવામાં આવ્યો

ભારતીય સંસ્કૃતિ સંઘ દ્વારા છેલ્લા 45 વર્ષથી રાવણ દહન કાર્યક્રમ કરવામાં આવતો હોય છે ત્યારે આ વર્ષે પણ રાવણ દહન થનાર છે જેને ભાગરૂપે મકરપુરા જીઆઇડીસી ખાતે રાવન તૈયાર કરવામાં આવી રહ્યો છે
વડોદરાના પોલો ગ્રાઉન્ડમાં વિજયાદશમીએ અહંકારરૂપી રાવણના પુતળા ને આખરી ઓપ આપવામાં આવ્યો રહ્યો છે વડોદરામાં આવેલા પોલો ગ્રાઉન્ડ ખાતે રામલીલા મેદાનમાં રાવણ દહન કાર્યક્રમ યોજાશે. આ વર્ષે રાવણનું પૂતળું 50 ફૂટનું, મેઘદૂત અને કુંભકર્ણનું પૂતળા 40 ફૂટના બનાવ્યા છે. ઉત્સવપ્રિય નગરી વડોદરા શહેરમાં દશેરાના પાવન પર્વે છેલ્લા 45 વર્ષથી ઉત્તર ભારતીય સંસ્કૃતિ સંઘ દ્વારા પોલો ગ્રાઉન્ડ ખાતે રામલીલા અને રાવણ દહનનો કાર્યક્રમ યોજવામાં આવે છે. દર વર્ષે ઉત્તર ભારતના ફરજ પર આવેલા ઉચ્ચ અધિકારીઓએ ગુજરાતમાં બાળકોને સંસ્કૃતિની સમજ મળી રહે, તે માટે વર્ષ 1981 થી રામલીલા અને રાવણ દહનનો કાર્યક્રમ આયોજિત કરે છે.ઉત્તર ભારતમાં નવરાત્રીમાં 11 દિવસનો કાર્યક્રમ યોજાય છે. વડોદરામાં આ વર્ષે રાવણનું પૂતળું 50 ફૂટનું, મેઘદૂત અને કુંભકર્ણનું પૂતળા 40 ફૂટના બનાવ્યા છે. જેમાં વાંસ, લાકડીઓ, દોરડાઓ, કપડાઓ, કાગળો, ચમકીલા કપડાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ પૂતળાઓ ત્રણ ભાગમાં તૈયાર કરવામાં આવે છે. તથા ખાસ આગરાથી આવેલા 22 જેટલા કારીગરો દ્વારા આ વર્ષે પણ માત્ર એક મહિના ટૂંકા ગાળામાં 50 ફૂટ ઊંચી રાવણ, કુંભકર્ણ અને મેઘરાજના પૂતળા તૈયાર કરી દેવામાં આવ્યા છે. 45 વર્ષથી આ જ પરિવાર વડોદરા આવે છે.
આ પૂતળાઓને નોમના દિવસે પોલો ગ્રાઉન્ડ ખાતે ક્રેન દ્વારા ઊભા કરવામાં આવશે.અહીં દર વર્ષે રાવણ દહનના કાર્યક્રમને નિહાળવા અંદાજે બે લાખ જેટલા શહેરીજનો ઉમટી પડતા હોય છે. વડોદરા શહેરમાં આ જ એક માત્ર સ્થળ છે, જ્યાં વર્ષોથી રાવણ દહન અને રામલીલા ભજવાતી હોય છે.

Related posts

ડભોઈ ઉનાળાના પ્રારંભે જ ગરીબોના ફ્રીજ’ ગણાતા માટલાના બજારમાં મંદીનો માહોલ

admin

નવરાત્રી નજીક આવતા જ ડભોઈ શહેર તેમજ તાલુકમાં અવનવી ગરબીઓનું વેચાણ

admin

વડોદરા શહેર કાલાઘોડા પાસે આવેલ આનંદ એપારમેન્ટ પાસે પાર્ક કરેલ ફોરવીલર ગાડીમાં આગ લાગી

admin

Leave a Comment