વડોદરા શહેરના વારસિયા કરવા મોટી સંખ્યામાં સિંધી સમાજના લોકો વસવાટ કરે છે. વિસ્તારમાં પ્રેમ પ્રકાશ આશ્રમ આવેલ છે. આ પ્રેમ પ્રકાશ આશ્રમ ખાતે વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવતી હોય છે. આજરોજ આશ્રમના સાંઈ મુકેશ સાંઈ નો જન્મદિવસ હોવાથી તેમના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ ખાસ પ્રસંગે વિસ્તારના કોર્પોરેટર હીરાભાઈ કાંજવાણી, હેમિષાબેન ઠક્કર, પૂર્વ કોર્પોરેટર પરસોતમ હેમનાની તેમજ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, સિંધી સમાજના આગેવાનો અને વડીલો પણ ઉપસ્થિત રહી અને મુકેશ ભાઈના જન્મદિવસની ઉજવણી કરાઈ હતી.

