31.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
છોટાઉદેપુર જિલ્લોબોડેલી

ખત્રી વિદ્યાલય બોડેલીના વિદ્યાર્થીઓ ખેલ મહાકુંભમાં જિલ્લા કક્ષાએ વિજેતા

ખેલ મહાકુંભ–2025- 26અંતર્ગત જિલ્લા કક્ષાની કબડ્ડી સ્પર્ધા પાવીજેતપુર શ્રીમતી વી.આર.શાહ. હાઈસ્કુલ મુકામે યોજાઈ.જેમાં અંડર–૧૪ કબડ્ડી સ્પર્ધામાં ખત્રી વિદ્યાલયની કબડ્ડી ટીમે રમતકૌશલ્ય બતાવીને જિલ્લા કક્ષાએ વિજય નોંધાવ્યો છે. સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન અમારી ટીમ સતત દમદાર પ્રદર્શન કરતી રહી . સેમિફાઈનલ તથા ફાઈનલ બંને મુકાબલાઓમાં ખેલાડીઓએ અનોખી ઝડપ, રણનીતિ અને ટીમસ્પિરિટ દર્શાવી પ્રતિસ્પર્ધીઓને પાછળ રાખતા વિજય હાંસલ કર્યો.આ પ્રસંગે જિલ્લા રમતગમત અધિકારી વિક્રમભાઈ રાઠવા તથા તેઓના સહાયક રિદ્ધિબેન હાજર રહ્યા હતા. શાળાના પી. ટી.શિક્ષક એમ.એમ.ઠાકોર સાહેબના માર્ગદર્શન હેઠળ રમતની મક્કમ તાલીમ લીધેલ વિદ્યાર્થીઓએ આ સિદ્ધિ મેળવતા શાળાનું નામ ઝળહળતું કર્યું છે. શાળા પરિવાર, વાલીગણ અને સ્પોર્ટ્સ વિભાગે ટીમને અભિનંદન પાઠવ્યા છે. હવે આ ટીમ રાજ્ય સ્તરના મુકાબલાઓ માટે છોટાઉદેપુર જિલ્લાનું નેતૃત્વ કરશે.

રીપોર્ટર સરફરાજ ખત્રી બોડેલી

Related posts

નસવાડી તાલુકાના કુપ્પા ગામમાં માર્ગની સુવિધાના અભાવે સગર્ભા મહિલાએ રસ્તામાં જ બાળકને જન્મ આપ્યો

admin

છોટાઉદેપુર સબ જેલ ખાતે બંદિવાન કેદીઓને જ્યુડ પ્રોડક્ટ ઉદ્યમી તાલીમ આપવામાં આવી

admin

છોટા ઉદેપુર જિલ્લાના પાવી જેતપુર ગામની શોભામાં અભિવૃદ્ધિ કરતા નગરના નવ નિર્મિત પ્રવેશ દ્વારનું લોકાર્પણ સહ NRI એવા પ્રવેશદ્વારના નિર્માણ દાતાના ઋણ સ્વીકારના ભવ્ય કાર્યક્રમનું સાંસદ અને ધારાસભ્યની વિશેષ ઉપસ્થિતિમાં આયોજન કરવામાં આવ્યું

admin

Leave a Comment