Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા શહેરના ફતેહગંજ વિસ્તારમાં આવેલ બુલ સર્કલ પાસે ગટર લાઈનમાંથી અચાનક પ્રચંડ બ્લાસ્ટ બાદ આગ ફાટી નીકળી

વડોદરાના ફતેહગંજ બુલ સર્કલ જેવા વ્યસ્ત વિસ્તારમાં ગટર લાઈનમાંથી અચાનક આગ ફાટી નીકળવાની ઘટનાએ સૌને આશ્ચર્યચકિત કરી દીધા હતા. આ ઘટનાએ માત્ર જાનમાલને જ નહીં, પરંતુ જાહેર સલામતી પર પણ ગંભીર સવાલો ઊભા કર્યા છે.ફતેહગંજ સર્કલ પાસે, જ્યાં સામાન્ય રીતે ભારે વાહનો અને લોકોની અવરજવર હોય છે, ત્યાં અચાનક ગટરના ઢાંકણ (મેનહોલ) માંથી આગની ઉંચી જ્વાળાઓ નીકળવા લાગી હતી.આગ શરૂ થતાં જ આસપાસના લોકોમાં ગભરાટ ફેલાયો હતો અને સલામતી માટે દોડધામના દ્રશ્યો સર્જાયા હતા. જોતજોતામાં આગ એટલી હદે બેકાબૂ બની ગઈ કે તેને કાબૂમાં લેવા માટે તાત્કાલિક દાંડિયા બજાર ફાયર બ્રિગેડની ટીમને બોલાવવી પડી હતી.ફાયર ફાઇટર્સ દ્વારા આગ પર કાબૂ મેળવવાની કામગીરી ચાલી રહી હતી, તે જ સમયે ગટર લાઈનની અંદર પ્રચંડ બ્લાસ્ટ થયો હતો. આ બ્લાસ્ટની તીવ્રતા એટલી હતી કે તેનાથી ફાયર ફાઇટર્સની કામગીરીમાં પણ મુશ્કેલી આવી હતી અને એક સમયે સ્થિતિ વધુ ગંભીર બની ગઈ હતી. ત્યારે વડોદરા મહાનગર પાલિકા દ્વારા ગટર લાઈનોમાં જમા થતા જ્વલનશીલ ગેસનું નિયમિત નિરીક્ષણ અને વેન્ટિલેશન સુનિશ્ચિત કરવું જરૂરી છે.આ પ્રકારની ઘટનાઓ ભવિષ્યમાં ન બને તે માટે કડક સુરક્ષા પ્રોટોકોલ લાગુ કરવા જોઈએ.

Related posts

ગોરવા બીઆઈડીસી ખાતે તસ્કરોએ ફ્લોઝોન એન્જિનિયરિંગ સોલ્યુશન ઇન્ડસ્ટ્રીયલ કંપનીમાંથી 7.29 લાખની ચોરી કરી ફરાર…

admin

ચકલી સંરક્ષણ માટે અભિયાન ઉનાળામાં પક્ષીઓને પાણી ઉપલબ્ધ કરાવવા પ્રયાસ

admin

ડભોઇ તાલુકા ખાતે ૭૬માં પ્રજાસત્તાક દિનની સરકારી અધૅસરકારી કચરીઓ અને શાળાઓ ખાતે શાનદાર આપણા લોકલાડીલા ધારાસભ્યશ્રી શૈલેષભાઇ મેહતા(સોટ્ટા )ના હસ્તે ઉજવણી કરવામાં આવી.

admin

Leave a Comment