43.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
ડભોઈવડોદરા જિલ્લો

ડભોઈ પોલીસે ડભોઇ તાલુકાના કરમાલમાં 2.70 લાખના દારૂ સાથે બૂટલેગરને ઝડપી પાડ્યો

ડભોઈ પોલીસે બાતમી આધારે કરમાલ ગામે સંતાડી રાખેલ વિદેશી દારૂના જથ્થા કિંમત રૂ. 2,70,562 સાથે એકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ઓપરેશન પરાક્રમ અંતર્ગત રાજ્યમાં દારૂ, જુગાર સહિતના કેશો સોધી કાઢવા મળેલ સૂચના અન્વયે ડભોઈ પોલીસ પી.આઈ. કે.જે. ઝાલાને મળેલ પાક્કી બાતમી આધારે ડભોઈ તાલુકાનાકરમાલ ગામે સ્કૂલ પાછડ આવેલ ઉદ્યોગ ફળિયામાં આવેલ અડારા નીચે સંતાડી રાખેલી કુલ 1076 બોટલ કિંમત રૂ. 270562નો મુદ્દામાલ સ્થાનિક પરેશભાઈ કાલિદાસ ભાઈ બારિયા દ્વારા સંતાડી રાખી તેને સગે વગે કરવાની તૈયારીમાં હતો. તે દરમ્યાન પોલીસે રેડ કરી મુદ્દામાલ કબ્જે કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. સાથે પરેશભાઈ કાલિદાસ બારિયાની ધરપકડ કરી ગુન્હો દાખલ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

Related posts

વડોદરાના માંજલપુર નાકા પાસે રસ્તો સરખી રીતે ન બનાવાતા રસ્તો બેઠો

admin

લાલબાગ કુંભારવાડા ની પાણીની લાઇન છેલ્લા આઠ દિવસથી ભંગાર થવાના લીધે વિસ્તારમાં પાંચથી સાડા પાંચ હજાર લોકોને પાણી મળતું નથી

admin

વડોદરા શહેરમાં આવેલ ખાસવાડી સ્મશાનમાં અંતિમ સંસ્કાર માટે આવતા પરીવારજનોને હાલાકી

admin

Leave a Comment