41.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા શહેરમાં આવેલ ખાસવાડી સ્મશાનમાં અંતિમ સંસ્કાર માટે આવતા પરીવારજનોને હાલાકી

વડોદરા શહેરમાં આવેલ ખાસવાડી સ્મશાનમાં અંતિમ સંસ્કાર માટે આવતા પરીવારજનોને હાલાકીનો સામનો કરવો પડે છે ત્યારે સામાજીક કાર્યકર કમલેશ પરમાર દ્વારા જાત તપાસ કરી હતી વધુમાં જણાવ્યું હતું કે વડોદરા શહેરમાં ખાસવાડી સ્મશાનમાં ઘણા સમયથી કામગીરી હાથ ધરવામાં આવી છે ત્યારે હાલમાં જ કોન્ટ્રાક્ટ હેઠળ કામગીરી આપવામાં આવી છે ત્યારે માહિતી મુજબ એક ચિતાની અંતિમ સંસ્કાર કરવાનો ખર્ચ 7000/- રૂપિયા છે છતાં સ્નેહીજનો પાસે તલ અને ઘી બહારથી મંગાવવામાં આવે છે સાથે જ કોન્ટ્રાક્ટ હેઠળ કામગીરી કરતા કર્મચારીઓ પાસે આઈ કાર્ડ નથી કે અન્ય સેફ્ટી નથી ત્યારે આવા કોન્ટ્રાક્ટરોને કમાણી કરવામાં રસ છે તેવા આક્ષેપ કર્યા હતા વધુમાં જણાવ્યું હતું કે લાકડા પલળી ગયા છે ત્યારે શેડ બનાવવાની જરૂર છે છતાં બેદરકારી બદલ નોટીસ આપી બ્લેકલિસ્ટ કરવામાં આવે તેવી સામાજીક કાર્યકર દ્વારા માંગ કરવામાં આવી હતી.

Related posts

લક્ષ્મીપુરા ગામ પાસે આવેલ તળાવમાં ગાડી ખાબકવાથી યુવાનનું મૃત્યુ પામ્યો તંત્રની બેદરકારીના કારણે નવ યુવાન જીવગુમાવાનો વારો આવ્યો

admin

ડિજિટલ એરેસ્ટ થી ગભરાયેલા ખેડૂતનો આત્મહત્યા કરી હોવાનો મામલો

admin

ડભોઇ આંગણવાડી મહિલાઓ દ્વારા રેલી કાઢીને મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું

admin

Leave a Comment