33.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

માગશર મહિનાના પવિત્ર દિવસે શ્રી કુબેરેશ્વર મહાદેવ મંદિરે ભક્તોની ઉમટી પડતી ભીડ

માગશર મહિનાનો વિશેષ મહિમા કહેવાય છે, કારણ કે પરંપરા મુજબ આજના દિવસે ભગવાન ભોલેનાથ શિવલિંગ સ્વરૂપે પ્રગટ થયા હતા. આ પવિત્ર પ્રસંગને લઈને વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલ શ્રી કુબેરેશ્વર મહાદેવ મંદિરે શિવભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી.

હિંદુ ધર્મ અનુસાર શ્રાવણ તથા માંગશર મહિના બંને ભગવાન શિવને અતિ પ્રિય માનવામાં આવે છે. આ અવસરે ભક્તો નૈમિત્તિક શિવલિંગ પૂજા, કાવડ યાત્રા, શિવપુરાણ પાઠ અને વિવિધ ધાર્મિકવિધીઓ દ્વારા ભક્તિભાવ વ્યક્ત કરે છે. શિવલિંગની ઉપાસના ખાસ ફળદાયી માનવામાં આવે છે અને તેની ઉત્પત્તિ તથા પરંપરા વિશે પણ ભક્તોમાં વિશેષ ઉત્સુકતા જોવા મળી.

આજે મંદિર પરિસરમાં વિશેષ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શિવલિંગને 11, 21, 51 અને 108 દીવડાં પ્રગટાવી પૂજા–અર્ચના કરવાનો મહિમા ભક્તોને સમજાવવામાં આવ્યો. ભક્તોએ મોટી સંખ્યામાં દીવા પ્રગટાવી, દુધાભિષેક, રુદ્રાભિષેક અને મહાઆરતીમાં ભાગ લીધો.

શ્રી કુબેરેશ્વર મહાદેવ મંદિરના મહારાજે જણાવ્યું કે માંગશર મહિનામાં શિવલિંગની પૂજા કરવાથી જીવનમાં શાંતિ, સમૃદ્ધિ, આરોગ્ય અને કલ્યાણની પ્રાપ્તિ થાય છે. ભક્તોને ખાસ કરીને આજના પવિત્ર દિવસે ઉપાસના અને દીવા પ્રગટાવવાનો મહિમા સમજાવવામાં આવ્યો.

Related posts

વિશ્વ હિન્દુ યુવા અને સાંસ્કૃતિક સંગઠન દ્વારા એમ એસ યુનિવર્સિટીની હંસા મહેતા લાઇબ્રેરીના વિભિન્ન પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી

admin

યુનાઇટેડ વે ના ખેલૈયાઓ દ્વારા સોસાયટીઓના બહાર કરવામાં આવતું પાર્કને લઈને સ્થાનિકો હેરાન પરેશાન.

admin

ઉત્તરાયણ પર્વ પૂર્વે સનશાઇન ગ્લોબલ હોસ્પિટલનું જનજાગૃતિ અને સુરક્ષા અભિયાન

admin

Leave a Comment