Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા એરપોર્ટ ઓથોરિટી દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી

વડોદરા એરપોર્ટ પર ઇન્ડિગોની અવ્યવસ્થાનું સંકટ વધુ ઉંડું બનતું જાય છે. એરપોર્ટ ઓથોરિટીના જણાવ્યા મુજબ 3 ડિસેમ્બરથી લઇને આજ તારીખ સુધી કુલ 30 ફ્લાઇટ્સ કેન્સલ થઈ છે. હાલની પરિસ્થિતિને જોતા આવનારા 15 ડિસેમ્બર સુધી પણ વધુ ફ્લાઇટ્સ રદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

માત્ર આજે જ ઇન્ડિગોની ચાર ફ્લાઇટ્સ રદ થતા મુસાફરોની મુશ્કેલીઓ વધુ વધી ગઈ હતી. એરપોર્ટ પર સામાન પહોંચાડવાની પ્રક્રિયા પણ અસરગ્રસ્ત થઈ છે. અત્યાર સુધી 36 મુસાફરોનું બેગેજ પહોંચાડી દેવામાં આવ્યું છે, જ્યારે બાકી રહેલું બેગેજ પણ જલદીથી મોકલાશે તેવી ખાતરી એરપોર્ટ અધિકારીઓએ આપી છે.

ઇન્ડિગોની અવ્યવસ્થાને ધ્યાનમાં રાખીને મુસાફરોને રાહત મળે તે માટે એરપોર્ટ ઓથોરિટીએ ત્રણ વધારાની ફ્લાઇટ્સ શરૂ કરી છે. ઉપરાંત એર ઇન્ડિયાએ નવી ફ્લાઇટ સર્વિસ શરૂ કરી છે જેથી મુસાફરોને સફરમાં અવરોધ ન પડે.

જેટલી ફ્લાઇટ્સ અત્યાર સુધી કેન્સલ થઈ છે, તેમના રિફંડની સંપૂર્ણ ચૂકવણી થઈ ગઈ હોવાનું પણ એરપોર્ટ ઓથોરિટીએ સ્પષ્ટ કર્યું છે.

મુસાફરો હવે ઇન્ડિગોની સ્થિતિ ક્યારે સુધરે છે અને નિયમિત સેવા ફરીથી ક્યારે શરૂ થશે તેની રાહ જોઈ રહ્યા છે.

Related posts

દોઢ વર્ષની બાળકીના જનાજામાં હજારોની મેદનીએ ઉમટી ભીની આંખે કરી દફનવિધિ

admin

કારેલીબાગ પોલીસ મથકના PI સહિત સ્ટાફની બદલી….

admin

વડોદરાના નવાયાર્ડ વિસ્તારમાં હંગામો મચાવનાર નશેડીને કાન પકડાવી ઉઠક બેઠક કરાવી પોલીસે કાયદાના પાઠ ભણાવ્યા

admin

Leave a Comment