Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા રેલવે પોલીસે બિહાર માંથી તસ્કરી કરી લાવેલા બાળકો અને પુખ્તવયના લોકોને રેસ્ક્યુ કર્યા

વડોદરા રેલવે પોલીસને મોટી સફળતા બિહારથી બાળકોની તસ્કરીનો પર્દાફાશ – 11 બાળકો સહિત 18 લોકો રેસ્ક્યુ

વડોદરા: વડોદરા રેલવે પોલીસે બુધવારે મોટી કામગીરી અંજામ આપી હતી. બિહારના કટિયા જિલ્લામાંથી બાળકોની તસ્કરી થતી હોવાની બાતમીને આધારે પોલીસે સ્પેશિયલ ઓપરેશન ચલાવ્યું હતું. આ કાર્યવાહી દરમિયાન કુલ 11 બાળકો અને 7 પુખ્તવયના લોકો મળી કુલ 18 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે.

મળતી માહિતી મુજબ ચાઇલ્ડ વેલફેર નામની સંસ્થાને બિહાર તરફથી શંકાસ્પદ મુસાફરીની જાણ મળી હતી. જેના આધારે વડોદરા રેલવે પોલીસે કડક દેખરેખ ગોઠવી અને ટ્રેનમાંથી બાળકોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા.

રેસ્ક્યુ કરાયેલા બાળકો અને પુખ્ત લોકોનું પ્રાથમિક પૂછપરછ દરમિયાન “જાતે ટિકિટ કરાવી સુરત વાલીવારસ પાસે જઇ રહ્યા છીએ” એવું રટણ કરતા જણાતા હતા. જોકે પોલીસને તેમની વાત પર સંશય રહેતા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

પોલીસે તમામ 18 લોકોને કસ્ટડીમાં લઈ નિવેદનો લેવાની પ્રક્રિયા શરૂ કરી છે. સાથે જ તપાસ કરવામાં આવશે કે આ બાળકો કોઈ ગોઠવાયેલ તસ્કરીના ટોળકીના શિકાર તો નથી બન્યા?

વડોદરા રેલવે પોલીસની તત્પર કામગીરીથી સંભવિત મોટા માનવ તસ્કરી કૌભાંડનો પર્દાફાશ થયો હોય તેવી સંભાવનાઓ વ્યક્ત થઈ રહી છે.

Related posts

ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ ખાતે ‘સ્ટાર્ટઅપની સફળતા કથા પરિચય

admin

પરિણીત પ્રેમિકાના પ્રેમમાં પાગલ પરિણીત યુવકનો ડભોઈના તલાવની કેનાલમાં આપઘાત

admin

વોર્ડ નંબર 12 સયાજીગંજ પરશુરામ ભઠ્ઠા માં અનોખો વિરોધ

admin

Leave a Comment