43.6 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
છોટાઉદેપુર જિલ્લોનસવાડી

નસવાડી કુકાવટ રોડ પર ખુલ્લી જગ્યા મુદ્દે વિવાદ ઉગ્ર, નકશો ન મળતાં પંચાયત કરશે કાયદેસર કાર્યવાહી

નસવાડી કુકાવટ રોડ ઉપર મહેમાન કોલોની પાસે આવેલી અંદાજે 10 ફૂટ ખુલ્લી જગ્યાને ખુલ્લી કરવા બાબતે ઊભેલા વિવાદે આજે ગરમાવો પકડી લીધો છે. આ મુદ્દે નસવાડી ગ્રામ પંચાયતમાં કરાયેલી અરજીના અનુસંધાને આજે મહત્વની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

આજરોજ નસવાડી ગ્રામ પંચાયતના તલાટી, પંચાયતના ચૂંટાયેલા સભ્યો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનોની હાજરીમાં સ્થળ પર જઈ તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન ચોંકાવનારી હકીકત સામે આવી હતી કે વિવાદિત જગ્યાને લગતો કોઈપણ અધિકૃત નકશો કે આધારભૂત દસ્તાવેજ ઉપલબ્ધ નથી.

નકશો કે દસ્તાવેજોની ગેરહાજરી સામે આવતા જ ગ્રામજનોમાં ચર્ચા અને વાદવિવાદ શરૂ થયો હતો અને સમગ્ર મામલો તીવ્ર બન્યો હતો. ગ્રામ પંચાયત દ્વારા સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે આ બાબતે સંપૂર્ણ અને નિષ્પક્ષ તપાસ હાથ ધરવામાં આવશે. જો તપાસ દરમિયાન કોઈ ગેરરીતિ અથવા કાયદા વિરુદ્ધ કામગીરી બહાર આવશે તો સંબંધિત પક્ષો સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે.

હાલ સમગ્ર ગામની નજર ગ્રામ પંચાયતના આગામી નિર્ણય પર ટકી છે. સ્થાનિકોનું માનવું છે કે આ મુદ્દો રાજકીય અને સામાજિક સ્વરૂપ પણ લઈ શકે છે, જેને પગલે નસવાડીમાં ખુલ્લી જગ્યા બાબતે આગામી દિવસોમાં વધુ ગરમાવો વધવાની શક્યતા છે.

Related posts

માં કાર્ડ અને આયુષ્યમાન કાર્ડ જેવી યોજનામાં ભ્રષ્ટાચાર રોકવા ખ્યાતી હોસ્પિટલના સંચાલકો પર દાખલો બેસે તેવી કડકમાં કડક સજા થાય તે માટે આમ આદમી પાર્ટી છોટાઉદેપુર દ્વારા નિવાસી અધિક કલેકટરને આવેદન પત્ર આપ્યું

admin

બોડેલીના ઝાંખરપુરા નર્મદા કેનાલ નીચેથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

admin

આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાનભાઈ ગઢવીએ વિવિધ મુદ્દાઓને લઈને છોટાઉદેપુર ખાતે પ્રેસ કોન્ફરન્સ કરી આપી પ્રતિક્રિયા.

admin

Leave a Comment