Genius Daily News
આણંદઆણંદ જિલ્લો

આણંદ જિલ્લાના વાસદ–બોરસદ હાઈવે પર પીકઅપ વાનને પૂરઝડપે આવી રહેલી ટ્રકએ ટક્કર મારતા જોરદાર બ્લાસ્ટ

આણંદ: આણંદ જિલ્લાના વાસદ–બોરસદ હાઈવે પર અંબાવ નજીક આજે ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. રોડ પર ઉભી રહેલી પીકઅપ વાનને પૂરઝડપે આવી રહેલી ટ્રકએ ટક્કર મારતા જોરદાર બ્લાસ્ટ થયો અને બંને વાહનોમાં વિકરાળ આગ ભભૂકી ઉઠી.

અકસ્માત સમયે પીકઅપ વાનમાં રહેલા બે લોકો આગમાં જીવતા ભડથું થઈ ગયા હતા અને ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યું હતું. આગની તીવ્રતા એટલી વધુ હતી કે કોઈ પણ વ્યક્તિ બચાવ માટે નજીક જઈ શકી નહોતી.

ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને લાંબી જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. અકસ્માતના કારણે વાસદ–બોરસદ હાઈવે પર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો.

પોલીસ દ્વારા તાત્કાલિક ટ્રાફિક નિયંત્રણ હાથ ધરવામાં આવ્યું હતું અને બાદમાં વાહનવ્યવહાર પુનઃ શરૂ કરાયો હતો. બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપવામાં આવ્યા છે. પોલીસ દ્વારા ટ્રકની ઝડપ અને બેદરકારી અંગે તપાસ શરૂ કરવામાં આવી છે.

Related posts

આણંદ બાળકી હત્યા કેસમાં નવો વળાંક, આરોપીએ દુષ્કર્મ ગુજાર્યાની કરી કબૂલાત

admin

આ મંદિરમાં 13 વાર ચોરી થઇ છે ! જુવો સીસીટીવી

admin

આણંદના આંબાવ ગામમાં ભયાનક ઘટના : બે યુવકોને જીવતા સળગાવવાનો પ્રયાસ, સરપંચ સહિત ચાર સામે આરોપ

admin

Leave a Comment