40.7 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

SIRની કામગીરી પૂર્ણ, ડ્રાફ્ટ મતદાર યાદી તૈયાર કલેક્ટર અનિલ ધામેલિયાનું મહત્વપૂર્ણ નિવેદન

વડોદરા: વિશેષ સઘન સુધારણા અભિયાન (SIR)ની કામગીરી પૂર્ણ થયા બાદ જિલ્લામાં નવી ડ્રાફ્ટ મતદાર યાદી તૈયાર કરવામાં આવી છે. આ અંગે જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયાએ વિગતવાર માહિતી આપી હતી.

કલેક્ટરે જણાવ્યું કે, SIRની સમગ્ર કામગીરીમાં અંદાજે 9 હજાર કર્મચારીઓ જોડાયા હતા અને આ મહત્ત્વપૂર્ણ કામગીરીનો મુખ્ય યશ બી.એલ.ઓ. (બૂથ લેવલ ઓફિસરો) ને જાય છે, જેમણે મેદાન પર રહીને મતદારોની ચકાસણી કરી હતી.

જિલ્લામાં કુલ 26,81,917 મતદારો નોંધાયેલા હતા, જેમાંથી 21,85,183 મતદારોનું ડિજિટલાઇઝેશન પૂર્ણ કરવામાં આવ્યું છે. જ્યારે 4,12,485 મતદારો પોતાનું નામ વર્ષ 2002ની મતદાર યાદીમાં શોધી શક્યા ન હતા.

હાલમાં હજુ સુધી અંદાજે 15 ટકા મતદારોનું મેપિંગ બાકી હોવાનું સામે આવ્યું છે. આવા મતદારો પાસેથી હવે જરૂરી દસ્તાવેજો લેવામાં આવશે તેમ કલેક્ટરે જણાવ્યું.

ડ્રાફ્ટ ઇલેક્ટોરલ રોલ અનુસાર કુલ 5,03,912 મતદારોની સંખ્યા ઘટી છે, જેમાંથી

  • 1,46,722 મતદારો મૃત હોવાનું સામે આવ્યું છે,
  • 97,769 મતદારો ગેરહાજર અથવા સંપર્કવિહોણા હોવાનું નોંધાયું છે,
  • જ્યારે 2,25,581 મતદારો સ્થળાંતર થયેલા હોવાનું જણાયું છે.

કલેક્ટર અનિલ ધામેલિયાએ જણાવ્યું કે, આગળની પ્રક્રિયામાં બાકી રહેલા મતદારોના દસ્તાવેજોની ચકાસણી કરીને અંતિમ મતદાર યાદી તૈયાર કરવામાં આવશે. સમગ્ર પ્રક્રિયા પારદર્શક અને નિયમ અનુસાર કરવામાં આવી રહી હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.

https://www.facebook.com/share/v/16Wuu9rq35

Related posts

સર સયાજીરાવ ગાયકવાડની દેન સયાજી બાગ વહેંચાયો બે ભાગમાં

admin

વડોદરા સહિત ચાર મહાનગરોમાં ‘SHASTRA’ પ્રોજેક્ટ લાગુ

admin

શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ દ્વારા પક્ષીઓ માટે પાણીના બાઉલનું વિતરણ

admin

Leave a Comment