Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરામાં 30–31 ડિસેમ્બરે પોલીસનું સઘન વાહન ચેકિંગ, નિયમ ભંગ કરનારાઓ સામે કડક કાર્યવાહી

નવા વર્ષની ઉજવણીને ધ્યાનમાં રાખીને વડોદરા પોલીસ દ્વારા 30 અને 31 ડિસેમ્બર 2025 દરમિયાન શહેરમાં સઘન વાહન ચેકિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ અંતર્ગત અડાણીયા પોલીસ સ્ટેશનથી ફતેપુરા ચાર રસ્તા તેમજ ફતેગંજ વિસ્તારમાં વાહન ચેકિંગ કરવામાં આવ્યું હતું.

ચેકિંગ દરમિયાન વાહનના જરૂરી સરકારી દસ્તાવેજો ન ધરાવતા તેમજ ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરતા અનેક વાહનોને ડિટેન કરવામાં આવ્યા હતા. નંબર પ્લેટ વગરના તેમજ બ્લેક ફિલ્મ લગાવેલા વાહનો સામે પણ દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી.

પોલીસ દ્વારા વાહનચાલકોના ડ્રાઇવિંગ લાયસન્સ, આર.સી. બુક અને ઇન્સ્યોરન્સ સહિતના જરૂરી દસ્તાવેજોની તપાસ કરવામાં આવી હતી. ઉપરાંત નશો કરીને વાહન ચલાવતા વાહનચાલકો સામે પણ કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

વડોદરા પોલીસે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે જાહેર સુરક્ષા સાથે કોઈ સમજૂતી કરવામાં આવશે નહીં અને ટ્રાફિક નિયમોનું પાલન ન કરનારાઓ સામે આવી જ કડક કાર્યવાહી આગળ પણ ચાલુ રહેશે. સાથે જ નાગરિકોને કાયદાનું પાલન કરી સુરક્ષિત રીતે નવા વર્ષની ઉજવણી કરવા અપીલ કરવામાં આવી છે.

Related posts

સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીક આવતા વોર્ડ-16માં રાજકીય ગરમાવો, આક્ષેપ-પ્રતિઆક્ષેપ તેજ

admin

વડોદરા શહેરના સમા વિસ્તારના નાગરિકો દારૂ વેચાણકરોથી પરેશાન, પોલીસ કમિશનરને રજૂઆત

admin

સાવલીના રોહિતવાસ વિસ્તારમાં બે જોડિયા જર્જરિત મકાન ધરાસાઇ સદનસીબે કોઈ હાની નથી

admin

Leave a Comment