વડોદરા જિલ્લાના સાવલી માં ગુજરાત રાજ્ય સરકારી નિવૃત્ત કર્મચારી મંડળના પ્રમુખ ચંદુલાલ જોષીની અધ્યક્ષ સ્થાને સાવલી ડેસર તાલુકાના નિવૃત્ત કર્મચારીઓની બેઠક યોજાઇ હતી જેની શરૂઆત દીપ પ્રાગટ્ય અને આમંત્રિત મહેમાનોના સ્વાગતગીત થી કરાઈ હતી આ પ્રસંગે બેંક ઓફ ઇન્ડિયાના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યાં હતાં અને પેન્શનરોને પડતી અગવડતા સાંભળી યોગ્ય નિરાકરણ લાવવા ખાત્રી આપીહતી નિવૃત્ત કર્મચારી મંડળના પ્રમુખ એ સરકાર પાસેથી નિવૃત્ત કર્મચારીઓને વધુ ને વધુ સુવિધાઓ અને લાભ મળી રહે તેવા પ્રયત્નો મંડળના હોદ્દેદારો દ્વ્રારા કરાઈ રહ્યાંની વિસ્તૃત માહિત આપી હતી આ પ્રસંગે દૈનિકપત્રની સાપ્તાહિક પૂરતી સાહિયરમાં પ્રસિદ્ધ થતી નિવૃત્ત કર્મચારી છોટાલાલ.જી.રાણા દ્વ્રારા રચિત કવિતાઓનો સંગ્રહને ચંદ્ર કાવ્યરશ્મિના નામ સાથે તૈયાર કરેલ પુસ્તકનું મહાનુભાવોના હસ્તે વિમોચન કરાયું હતું અને 70 થી વધુ આયુ વાળા સીનયર સીટીઝન કર્મચારીઓને શાલ ઓઢાડી સન્માન કરાયું હતું આ કાર્યક્રમનું સફળ આયોજન ધીરુભાઈ જાદવ દ્વારા કરાયુ હતું.

