શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી દ્વારા છટ્ટો રાષ્ટ્રમાતા જીજાઉ પુરસ્કારનું ભવ્ય આયોજન કરાયું જેમાં આ વર્ષે સ્વરાજ્ય થી રાષ્ટ્ર ના થીમ પર જીજાઉ પુરસ્કાર થી દેશમાં પોતાના ક્ષેત્રમાં નામના મેળવનાર મહાનુભવો ને સન્માનિત કરવામાં આવ્યા હતા
સ્વરાજ્ય થી રાષ્ટ્ર” કાર્યક્રમ દ્વારા રાષ્ટ્રમાતા જીજાબાઈના વારસાને ઉજવવામાં આવ્યો.. વડોદરા ખાતે છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ દ્વારા એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય છત્રપતિ શિવાજી મહારાજના માતા અને હિન્દવી સ્વરાજ્યના પ્રેરણાસ્ત્રોત જીજાબાઈના પ્રદાનને ઉજાગર કરવાનો હતો આ કાર્યક્રમ દ્વારા એ સંદેશ આપવામાં આવ્યો હતો કે છત્રપતિ શિવાજી મહારાજે સ્થાપેલું ‘સ્વરાજ્ય’ વાસ્તવમાં આજના સંગઠિત ભારત (રાષ્ટ્ર) ની પહેલી સીડી હતી. વક્તાએ યાદ અપાવ્યું હતું કે જીજાબાઈએ શિવાજી મહારાજને બાળપણથી જ જે સંસ્કારો આપ્યા, તેના કારણે જ ભારતમાં સ્વશાસન અને ન્યાયી શાસનની સ્થાપના થઈ શકી. વડોદરા જેવી સંસ્કારી નગરીમાં આ પ્રકારના આયોજનથી યુવા પેઢીને પોતાના ભવ્ય ઈતિહાસની જાણકારી મળે છે. સાથે પૃથ્વીરાજ ચૌહાણની અસ્થિઓ ભારત પરત લાવનાર શેરસિંહ રાણાનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. અને તંજાવુર (તમિલનાડુ) થી ખાસ ઉપસ્થિત રહી મરાઠા સામ્રાજ્યના વારસાને ઉજાગર કર્યો હતો. વડોદરાના રાજવી પરિવારના સભ્ય તરીકે ઉપસ્થિત રહી ગાયકવાડ શાસનની પરંપરા અને રાષ્ટ્રભક્તિ પર ભાર મૂક્યો હતો. અને ફૈઝ ખાન એ સામાજિક એકતા અને સાંસ્કૃતિક મૂલ્યોના પ્રચારક તરીકે હાજરી આપી હતી. છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડના અધ્યક્ષ જીજાબાઈ માટે ‘રાષ્ટ્રમાતા’ શબ્દનો જ પ્રયોગ કરે, જેથી આવનારી પેઢી તેમના સાચા કદ અને પ્રદાનને સમજી શકે.

