41.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

તાંદલજામાં SOGનો મોટો દરોડો, નકલી પોલીસ બની તોડ કરતા શખ્સની ધરપકડ

વડોદરા શહેરમાં નકલી અધિકારીઓ બનીને લોકો સાથે છેતરપિંડી કરતા તત્વો સામે વડોદરા શહેર SOG (Special Operations Group) એ લાલ આંખ કરી છે. શહેરના તાંદલજા વિસ્તારમાં આવેલ અલકબીર બંગલોઝમાં SOGની ટીમે ઓચિંતા દરોડા પાડીને પોલીસની ઓળખ આપી તોડ કરતા એક ભેજાબાજ ઈસમને ઝડપી પાડ્યો છે. SOGના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.ડી. રાતડા અને તેમની ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે તાંદલજાના અલકબીર બંગલોઝના મકાન નંબર ૩ પર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ સર્ચ ઓપરેશન દરમિયાન પોલીસ દ્વારા ટેકનિકલ મદદ અને પ્રિન્ટર મશીનનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ઝડપાયેલ શખ્સ છેલ્લા ૬ થી ૭ મહિનાથી આ મકાનમાં ભાડે રહેતો હતો. તે અસલી પોલીસ હોવાનો રોફ જમાવીને નિર્દોષ લોકો પાસે પૈસા પડાવવાનું (તોડ કરવાનું) કામ કરતો હતો. આ શખ્સ જેલના સળિયા પાછળ ધકેલાતા અનેક મોટા ખુલાસા થવાની શક્યતા છે. SOG દ્વારા હાલ આ ઈસમની અટકાયત કરી તેની પાછળ અન્ય કોઈ ગેંગ કાર્યરત છે કે કેમ તે દિશામાં સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી છે.

Related posts

વડોદરાના પૂર્વ વિસ્તારમાં આવતા ગધેડા માર્કેટથી લઇને ઠેકરનાથ તરફ જતા સુધીના રસ્તા પરના દબાણો દુર કરવા માટે આજે પાલિકાની ટીમ પહોંચી

admin

જર્જરિત માંડવી દરવાજા મામલે તંત્ર સક્રિય, પુજારી હરિઓમ વ્યાસની 306 દિવસની તપસ્યા પૂર્ણ થવા નજીક

admin

વડોદરા શહેરના કમલાનગર તળાવને નવજીવન : ‘મેરી આસ્થા મેરા દેશ’ સંસ્થાનું પ્રેરક અભિયાન

admin

Leave a Comment