43.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરાના શહેરના સમા વિસ્તારમાં રહેણાંક વિસ્તારમાં શિયાળ ઘૂસી આવતા હડકંપ

વડોદરા શહેરના સમા વિસ્તારમાં અભિલાષા ચાર રસ્તા પાસે અચાનક એક શિયાળ દેખાતા સમગ્ર વિસ્તારમાં ફફડાટ ફેલાયો હતો. રહેણાંક વિસ્તારમાં શિયાળ ફરી વળતા સ્થાનિક લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ શિયાળ એક કોમ્પ્લેક્ષની ગેલેરીમાં બેઠેલો જોવા મળ્યો હતો. ઘટનાની જાણ થતાં વન વિભાગની રેસ્ક્યુ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. શિયાળને પકડવાનો પ્રયાસ કરતાં તે અચાનક રોડ તરફ દોડી ગયો હતો.

રોડ પર પણ વન વિભાગની ટીમે શિયાળને પકડવા ભારે દોડધામ કરી હતી. આ દરમિયાન શિયાળે લોકો અને વન વિભાગના કર્મચારીઓને દોડાવ્યા હતા, જેના કારણે થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

વન વિભાગ દ્વારા શિયાળને સુરક્ષિત રીતે પકડવા પ્રયાસો ચાલુ રાખવામાં આવ્યા હતા અને લોકોને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી હતી.

Related posts

વડોદરા શહેર – જિલ્લામાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ અંતર્ગત જિલ્લા કલેકટર અનિલ ધામેલીયાની અધ્યક્ષતામાં મીટીંગ

admin

GSRTCના બસ ડ્રાઇવર દ્વારા ચાર ગાડીઓને લીધી અડફેટમાં…

admin

વડોદરા પોલીસ દ્વારા વાહન ચેકિંગ તથા ટુ વ્હીલર તથા હેલ્મેટ પહેરવા માટે જાગૃતતા આવે તે માટે અપીલ કરવામાં આવી

admin

Leave a Comment