Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરાના મધુનગર બ્રિજ નજીક બેટરીના ગોડાઉનમાં ભીષણ આગ, ફાયર બ્રિગેડે આગ પર કાબૂ મેળવ્યો

વડોદરાના મધુનગર બ્રિજ નજીક આવેલા બેટરીના ગોડાઉનમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. આગ લાગતા જ આગના ગોટે ગોટા ઊઠ્યા હતા, જેને કારણે આસપાસના વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની બે જેટલી ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો.આગની તીવ્રતા એટલી હતી કે ચારથી પાંચ કિલોમીટર દૂર સુધી ધુમાડાના ગોટા નજરે જોવા મળ્યા હતા. આગ લાગતા આજુબાજુના વિસ્તારના લોકો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે એકત્રિત થઈ ગયા હતા. આગના કારણે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ ગોડાઉનમાં ભારે નુકસાન થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.મહત્વનું છે કે આ બેટરીનો ગોડાઉન રહેણાંક વિસ્તારમાં આવેલો હતો. સ્થાનિક રહીશોએ અગાઉ પણ આ બાબતે રજૂઆત કરી હતી કે આવા જોખમી ગોડાઉન રહેણાંક વિસ્તારમાં ન હોવા જોઈએ. આગ લાગતા ડરી ગયેલા સોસાયટીના રહીશો સુરક્ષાના પગલા તરીકે ધાબા પર પહોંચી ગયા હતા.સ્થાનિક રહીશોમાં આ ઘટનાને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે અને તેઓ દ્વારા તંત્ર પાસે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી રહી છે.

Related posts

સાવલીના ટીમબા રોડ પર બરોડા ડેરી ડિરેક્ટરના વાઘેલા પરિવારના નવીન પેટ્રોલ પંપનું ઉદ્ઘાટન

admin

વડોદરા શહેર નજીક રાયકા ગામે દીપડાએ રાત્રિના સમયે ગાયનું મરણ કરતાં ગ્રામજનોમાં ફફડાટ વ્યાપ્યો

admin

પાયોનીયર મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીના આપઘાત પ્રયાસ બાદ તણાવ, NSUIનો ઉગ્ર વિરોધ

admin

Leave a Comment