36.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વસંતપંચમી નિમિત્તે ભાથીજી મિત્ર મંડળ દ્વારા મહાપ્રસાદીનું ભવ્ય આયોજન

વડોદરા શહેરના ઠેકરનાથ રોડ સ્થિત હરિહર એપાર્ટમેન્ટ પાછળ આવેલા નાગેશ્વર મહાદેવ મંદિર નજીક ભાથીજી મિત્ર મંડળ દ્વારા વસંતપંચમીના શુભ પાવન પર્વ નિમિત્તે સતત ત્રીજા વર્ષે મહાપ્રસાદીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

મહા સુદ પાંચમના પવિત્ર દિવસે યોજાયેલ આ કાર્યક્રમનું આયોજન હરીશભાઈ કહારની આગેવાનીમાં કરવામાં આવ્યું હતું. નાગેશ્વર મહાદેવ તેમજ ભાથીજી મંદિર તરફથી આયોજિત આ મહાપ્રસાદીમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ ભક્તોએ હાજરી આપી ધર્મલાભ લીધો હતો.

આ પ્રસંગે સમગ્ર પરિસરમાં ભક્તિભાવ અને ઉત્સવનું વાતાવરણ સર્જાયું હતું. વસંતપંચમીના આ પવિત્ર અવસરે યોજાયેલ મહાપ્રસાદીથી સ્થાનિક લોકોમાં વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો.

Related posts

વડોદરા શહેરમાં માંજલપુર વિસ્તારમાં ચોરીની ઘટનાઓ થમવાનુ નામ નહી લઈ રહી

admin

બોટકાંડની સુનાવણી હાઇકોર્ટનું કડક વલણને આવકારતા વિપક્ષ નેતા શ્રીમતી અમી રાવતે આક્રોશ જતાવ્યો

admin

એક પેડ માં કે નામ કાર્યક્રમ અંતર્ગત વડોદરાના ભાયલી વિસ્તારમાં વૃક્ષારોપણ

admin

Leave a Comment