40.7 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
ડભોઈવડોદરા જિલ્લો

ડભોઇ નગરપાલિકાની લાલ આંખ બાકી વેરા મામલે મિલકતો સીલ કરવાની ઝુંબેશ તેજ

​ડભોઇ નગરપાલિકા વિસ્તારમાં લાંબા સમયથી મિલકત વેરો ન ભરતા બાકીદારો સામે તંત્રએ હવે આકરું વલણ અપનાવ્યું છે ડભોઇ નગરપાલિકા ના ચીફ ઓફિસર જયકિશન એમ. તડવીના સીધા માર્ગદર્શન હેઠળ નગરપાલિકાની વેરા શાખા દ્વારા બાકી વેરા વસૂલાત માટે ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે, જેના ભાગરૂપે આજે અનેક મિલકતોને સીલ કરવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી સત્યનારાયણ મંદિર ટ્રસ્ટની મિલકત સીલ કરાઈ આ વસૂલાત ઝુંબેશ દરમિયાન ટીમ લાલ બજાર વિસ્તારમાં પહોંચી હતી. ત્યાં બેંક ઓફ બરોડાની સામેની ગલીમાં આવેલી સત્યનારાયણ મંદિર ટ્રસ્ટની મિલકત, જેમાં ભાડુઆત તરીકે ભદ્રેશભાઈ જૈન રહે છે (મિલકત નંબર: ૨/૬/૧૦૩/૧), તેનો અંદાજે ₹20,000થી વધુનો વેરો લાંબા સમયથી બાકી હતો. વારંવારની સૂચના છતાં વેરો ન ભરાતા, વેરા શાખાની ટીમ દ્વારા આ મિલકતને સ્થળ પર જ સીલ કરી દેવામાં આવી હતી.

​તંત્રની કડક ચેતવણી: હવે સીધી જપ્તી અને હરાજી થશે નગરપાલિકા તંત્રએ આ તબક્કે તમામ બાકીદારોને કડક શબ્દોમાં તાકીદ કરી છે કે પોતાના પાછલા બાકી વેરા અને ચાલુ વર્ષના વેરા નગરપાલિકા કચેરીએ જઈ સત્વરે જમા કરાવી દેવા.આ સીલ અને જપ્તીની ઝુંબેશ આગામી દિવસોમાં પણ સતત ચાલુ રાખવામાં આવશે.જો બાકીદારો વેરો ભરવામાં આનાકાની કરશે, તો નિયમ મુજબ મિલકત જપ્ત કરી તેની જાહેરમાં હરાજી કરવાની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવશે.
​કામગીરી કરનાર ટીમઆ સફળ કામગીરીમાં વેરા વસૂલાત નોડલ મહેશ એચ. વસાવા સહિત રાજેશભાઈ પી. કટારીયા, સંદીપ દરજી, મહેશ કે. વસાવા, કલ્પેશ જૈન અને શિવમ તડવી જેવા કર્મચારીઓની ટીમ જોડાઈ હતી. નગરપાલિકાની આ આક્રમક કાર્યવાહીથી વેરા બાકીદારોમાં ફફડાટ વ્યાપી ગયો છે. શહેરના વિકાસ કાર્યોમાં સહયોગ આપવા માટે સમયસર વેરો ભરવો એ દરેક નાગરિકની ફરજ છે.

Related posts

સાવલી તાલુકાના રાણીયાપોઇચા નજીક ફાર્મહાઉસમાં ફાયરિંગ : આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધાયો

admin

રાવપુરા માં જોગી વિઠ્ઠલદાસની પોળનો મામલો કેટલાક અજાણ્યા તત્વોએ કાંચની બોટલ અને પથ્થર ફેંક્યા

admin

શ્રી કાયસ્થ હિતવર્ધક મંડળ વડોદરા દ્વારા ચોપડા વિતરણ તથા રક્તદાન શિબિર કેમ્પનું આયોજન

admin

Leave a Comment