35.8 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા રેલવે સ્ટેશન પરથી અપહૃત બાળક ગણતરીના કલાકોમાં મળ્યો, આરોપીની ધરપકડ

વડોદરા રેલવે સ્ટેશન પરથી પાંચ વર્ષના બાળકના અપહરણની ઘટનામાં રેલવે પોલીસે ઝડપી કાર્યવાહી કરી બાળકને સુરક્ષિત રીતે તેના માતા-પિતાને સોંપ્યો હતો. બાળક મળતા જ પરિવારની ખુશી છલકાઈ ગઈ હતી અને તેમણે પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો. અપહરણ કરનાર આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ ઘટના 27 જાન્યુઆરીના રોજ બની હતી, જ્યારે અનિલ વાસપુરા પોતાની પત્ની અને બાળક સાથે વડોદરા રેલવે સ્ટેશન પર ગયા હતા. તે દરમિયાન તેમના પાંચ વર્ષના પુત્ર યુવરાજને કોઈ ઈસમ લઈ ગયો હોવાની ફરિયાદ વડોદરા રેલવે પોલીસ મથકમાં નોંધાવવામાં આવી હતી.

ફરિયાદના આધારે રેલવે પોલીસે તરત જ તપાસ શરૂ કરી અને સીસીટીવી ફૂટેજ તેમજ મળેલી બાતમીના આધારે કાર્યવાહી કરી. વડોદરા રેલવે એલસીબીના પી.આઈ. ટી.વી. પટેલ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ.એન. પરમાર, રેલવે પોલીસના ઇન્ચાર્જ પી.આઈ. એચ.પી. રવિયા તથા તેમની સમગ્ર ટીમની મહેનતના પરિણામે બાળકને શોધી કાઢવામાં સફળતા મળી હતી.

પોલીસે પાંચ વર્ષીય યુવરાજના અપહરણના આરોપી અનિલ બારીયાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. બાળક પરિવાર સાથે મળતા જ માતા-પિતા અને પોલીસ સ્ટાફ બંનેમાં ખુશીની લહેર ફરી વળી હતી.

આ મામલે વડોદરા રેલવે ડિવિઝનના ડીવાયએસપી જી.એસ. બારીયાએ જણાવ્યું હતું કે રેલવે પોલીસ જનસેવામાં સતત સતર્ક રહી આવી ઘટનાઓમાં તાત્કાલિક પગલાં લે છે.

Related posts

વડોદરા SSG હોસ્પિટલમાં કાઉન્સિલર જાગૃતીબેન કાકા દ્વારા દર્દીઓના સગાઓ માટે બેસવા બાકડા મૂકી સરાણીએ કામગીરી કરવામાં આવી

admin

ડભોઇ કડિયાવાડ ખાતે ઓર્થોપેડિક મેગા કેમ્પ યોજાયો

admin

વડોદરાના સયાજીગંજના પરશુરામ ભઠ્ઠામાં નવીનગરીમાં પીવાના પાણીની સમસ્યાને લઈ સ્થાનિકોનું ઉગ્ર વિરોધ પ્રદર્શન

admin

Leave a Comment