43.6 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
છોટાઉદેપુર જિલ્લોબોડેલી

બોડેલી APMCમાં કપાસના ઓછા ભાવથી ખેડૂતોમાં ભારે રોષ

બોડેલી APMC માર્કેટ યાર્ડમાં કપાસના ઓછા ભાવ મળતા ખેડૂતોમાં ભારે નારાજગી ફેલાઈ છે. બજારમાં કપાસ વેચવા આવેલા ખેડૂતોનું કહેવું છે કે ઉત્પાદન ખર્ચ સતત વધતો જાય છે છતાં પાકના યોગ્ય ભાવ મળતા નથી, જેના કારણે ખેડૂત વર્ગ આર્થિક રીતે કચડાઈ રહ્યો છે.

ખેડૂતોએ જણાવ્યું કે ખાતર, દવા, મજૂરી અને ડીઝલ જેવા ખર્ચમાં ભારે વધારો થયો છે, જ્યારે તેની સામે કપાસનો હાલનો ભાવ પૂરતો નથી. તેઓએ ઉમેર્યું કે એક તરફ સોના-ચાંદીના ભાવ આસમાને પહોંચ્યા છે, પરંતુ ખેતીપાકના ભાવ હજુ પણ નીચા સ્તરે રહેતા હોવાને કારણે પરિસ્થિતિ વધુ ગંભીર બની છે.

માર્કેટ યાર્ડમાં ખેડૂતો દ્વારા નારાજગી વ્યક્ત કરી આંદોલનની ચેતવણી આપવામાં આવી છે. જો યોગ્ય ભાવ નહીં મળે તો આવનારા દિવસોમાં ઉગ્ર પગલાં લેવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.

આ મુદ્દે સ્થાનિક સ્તરે ચર્ચાઓ તેજ બની છે અને ખેડૂતો સરકાર તેમજ સંબંધિત વિભાગો પાસે તાત્કાલિક હસ્તક્ષેપ કરવાની માંગ કરી રહ્યા છે.

Related posts

છોટાઉદેપુર નગર પાલિકાની ચૂંટણી માટે એકજ પરિવારના ચાર સભ્યો વચ્ચે જંગ

admin

નસવાડી ટાઉનમા ભૂંડોનો ત્રાસ ચાર વર્ષની બાળકીને ભૂંડે બચકા ભરતા બાળકી સારવાર હેઠણ

admin

કમોસમી વરસાદને લઈને ખેડૂતોને થયેલ નુકશાનની સહાય માટે મામલતદારને આવેદનપત્ર

admin

Leave a Comment