Genius Daily News
ડભોઈવડોદરા જિલ્લો

ડભોઇ APMCમાં ખેડૂત હિતરક્ષક સમિતિની પહેલ, ખેડૂત મતદારો માટે પ્રથમ વખત ઋણ સ્વીકાર્ય કાર્યક્રમ

ડભોઇ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (APMC)માં ખેડૂત હિતરક્ષક સમિતિના ચાર ચૂંટાયેલા ડિરેક્ટરો દ્વારા ડભોઇ તાલુકામાં પ્રથમવાર ખેડૂત મતદારો માટે ઋણ સ્વીકાર્ય કાર્યક્રમ યોજી ખેડૂતહિતમાં એક ઐતિહાસિક પહેલ કરવામાં આવી છે.

ડભોઇ તાલુકાના સત્તર ગામ સમાજ પટેલ વાડી ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ખેડૂત ભાઈઓ-બહેનો તથા તાલુકાના અગ્રણીઓ ઉમટી પડ્યા હતા, જે ખેડૂતોના વિશ્વાસનું સ્પષ્ટ પ્રતિબિંબ બન્યું હતું.
દીપ પ્રાગટ્ય સાથે કાર્યક્રમની ભવ્ય શરૂઆત કરવામાં આવી હતી. કાર્યક્રમમાં ડભોઇના માજી ધારાસભ્ય બાલકૃષ્ણ પટેલ (ઢોલારવાળા), જયેશભાઈ પટેલ (માવલી), ડભોઇ તાલુકા પંચાયતના વિપક્ષ નેતા પ્રહલાદભાઈ પટેલ, ખેડૂત હિતરક્ષક સમિતિના ચૂંટાયેલા ડિરેક્ટરો પટેલ ધવલભાઈ, પટેલ દીક્ષિતભાઈ, પટેલ ગૌરવભાઈ, પટેલ વિષ્ણુભાઈ તથા તેમની મજબૂત ટીમ ઉપસ્થિત રહી હતી. આ ઉપરાંત ડભોઇ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ સુધીરભાઈ બારોટ પણ ખાસ હાજર રહ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન ચાર ચૂંટાયેલા ડિરેક્ટરો દ્વારા સ્પષ્ટ શબ્દોમાં સમગ્ર ખેડૂત મતદારો પ્રત્યે ઋણ સ્વીકાર કરવામાં આવ્યો હતો અને ખેડૂતોનું પુષ્પો દ્વારા સન્માન કરી વિશ્વાસની પરંપરાને મજબૂત બનાવવામાં આવી હતી. ખેડૂત સમાજ તરફથી પણ ડિરેક્ટરોનું ભાવભર્યું અને ગૌરવપૂર્ણ અભિવાદન કરવામાં આવ્યું હતું.

ડિરેક્ટરોની ચૂંટણી બાદ ડભોઇ APMCમાં કાર્યક્ષમતા અને પરિણામલક્ષી કામગીરીના સ્પષ્ટ પરિણામો સામે આવ્યા છે. તારીખ 2-12-2025 થી 29-1-2026 દરમિયાન ડભોઇ સેન્ટર ખાતે સી.સી.આઈ.માં કપાસ વેચાણ માટે કુલ 6617 ખેડૂતોએ નોંધણી કરાવી હતી. વડોદરા, આનંદ, ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર અને પંચમહાલ એમ કુલ છ જિલ્લાઓમાંથી ખેડૂતો જોડાયા હતા. ફૂલ કપાસના કુલ 69078 ક્વિન્ટલ વેચાણ સાથે માર્કેટ શેસફી તરીકે રૂ. 55,35,000ની આવક નોંધાઈ હતી, જ્યારે ગત વર્ષ 2024-25માં આ આવક માત્ર રૂ. 36,74,000 હતી.
આ આંકડાઓ સાબિત કરે છે કે નવા ડિરેક્ટરોના નેતૃત્વમાં ડભોઇ APMC ખેડૂતલક્ષી અને પારદર્શક દિશામાં આગળ વધી રહી છે. આવનારા દિવસોમાં ખેડૂતોની સુવિધા માટે આધુનિક ખેડૂતલક્ષી ડભોઇ APMC યાર્ડ તેમજ શાકભાજી વિતરણ માટે અલગ યાર્ડ નિર્માણ કરવાની દ્રઢ પ્રતિબદ્ધતા પણ વ્યક્ત કરવામાં આવી હતી. સાથે સાથે APMC સંસ્થાપક સ્વર્ગીય ભાઈલાલભાઈ નરોતમભાઈ નું જે સપનું હતું કે તાલુકાના ખેડૂતોને માર્કેટ યાર્ડ જેવી સુવિધાઓનો લાભ મળે એ સપનું પૂરું કરવા માટે અમે ખેડૂત રક્ષક સમિતિ તત્પર રહીશું

Related posts

ડભોઈ-વડોદરા રોડ પર પલાસવાડા રેલવે ફાટક પર ટ્રાફિક જામ વાહનચાલકો પરેશાન

admin

શહેર એસ ઓ જીએ મોડી રાત્રે નવાબવાડામાં રેડ કરીને લાખો રૂપિયાની કિંમતનું એમડી ડ્રગ્સ ઝડપી પાડ્યાની માહિતી સામે આવી

admin

મધ્ય ગુજરાતની સૌથી મોટી ઇન્ટર-સિટી બિઝનેસ સ્પોર્ટિંગ ઇવેન્ટ્સમાંની એક એવા બિશપ ગેમ્સ 6.0 નો સત્તાવાર પ્રારંભ

admin

Leave a Comment