Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા કલેક્ટર કચેરી ખાતે ગરીબી ઘટાડા સહિત વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સની સમીક્ષા બેઠક યોજાઈ

વડોદરા શહેરની નવીન કલેક્ટર કચેરી ખાતે ગરીબી ઘટાડા, પોષણ, શિક્ષણ, પાણી પુરવઠો, મકાન બાંધકામ, સ્વચ્છતા તેમજ આર્થિક વિકાસ જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓને લઈને જિલ્લા સ્તરની સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં વિવિધ વિભાગોના ચાલી રહેલા પ્રોજેક્ટ્સની પ્રગતિની વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.

બેઠક દરમિયાન પ્રિન્સિપલ પોવર્ટી રિડક્શન અંતર્ગત ખાસ કરીને ગરીબ પરિવારો, માતાઓ અને બાળકોના પોષણ, શિક્ષણની સુવિધાઓ, પીવાના પાણીની વ્યવસ્થા, આવાસ યોજનાઓ તથા શૌચાલય નિર્માણ અને સ્વચ્છતા સંબંધિત કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. અધિકારીઓને સંકલન સાથે કામગીરી કરવા અને યોજનાઓ ઝડપથી અમલમાં મૂકવા સૂચનાઓ આપવામાં આવી હતી.

આ ઉપરાંત વડોદરાના મોટા વિકાસ પ્રોજેક્ટ્સ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી, જેમાં રિંગ રોડ પ્રોજેક્ટ તેમજ વિશ્વામિત્રી નદીમાં પૂરના નિયંત્રણ માટે ચાલી રહેલા કામોની સમીક્ષા કરવામાં આવી. એસઆર અને એસઆર રોડ સંબંધિત મુદ્દાઓ પર પણ ચર્ચા કરી આવનારી કામગીરી માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

શહેર તથા ગ્રામ્ય વિસ્તારોમાં આર્થિક વિકાસ કેવી રીતે વેગવાન બને તે અંગે પણ અધિકારીઓ વચ્ચે વિચારવિમર્શ થયો હતો.

આ મહત્વપૂર્ણ બેઠકમાં જિલ્લા કલેક્ટર અનિલ ધામેલીયા, જિલ્લા વિકાસ અધિકારી મમતા હિરપડા, વડોદરા મહાનગરપાલિકાના કમિશનર અરૂણ મંહેશ બાબુ, અંગત સચિવ, વિવિધ ઝોનલ કમિશનરો તથા ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

ડભોઇ પંથકમાં ચોમાસા બાદ વરસેલા પાછોતરા વરસાદ તેમજ વાવાઝોડા ના પરિણામે ડાંગરના પાકને નુકસાન પહોંચ્યું

admin

ડભોઈ કરનેટ માર્ગની દયનીય હાલત મોટા ખાડાથી વાહનચાલકો ત્રાહિમામ, તંત્ર તાત્કાલિક પગલાં લે

admin

વ્રજધામ સંકુલમાં સુવિધાસભર અતિથિ ભવનનું આજે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું

admin

Leave a Comment