33.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વ્રજધામ સંકુલમાં સુવિધાસભર અતિથિ ભવનનું આજે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું

પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સંપ્રદાય આધ્યાત્મિક સંકુલ વ્રજધામ આધ્યાત્મિક સંકુલ ખાતે વ્રજરાજકુમારજી મહોદયની પ્રેરણાથી વલ્લભ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા “નવનૂતન વ્રજપેલેસ અતિથિ ભવન’ તથા “સર્વોત્તમ બેન્કવેટ હોલ’ નું નિર્માણ સંપન્ન થયું છે. ત્યારે વૈષ્ણવાચાર્ય વ્રજરાજકુમારજી મહોદયના મંગલ સાનિધ્યમાં નૂતન અતિથિભવન તથા બેન્કવેટ હોલના ઉદ્ઘાટન કાર્યક્રમનું વિશેષ આયોજન થયું છે. આ પ્રસંગે રાજ્યના ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી મુખ્ય અતિથિ રૂપે ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે, વ્રજધામ સંકુલમાં દેશ વિદેશના ભાવિકજનો જયારે આ આધ્યાત્મિક સંકુલમાં શ્રીપ્રભુ સાનિધ્યમાં નિવાસનો અલૌકિક લાભ મોટા પ્રમાણમાં પ્રાપ્ત કરતાં આવ્યા છે અને એની સંખ્યમાં સતત વધારો થતાં સૌ ભાવિક જનોની સુવીધાર અર્થે નવનુતન અદ્યતન સુવિધા સાથે નવનુતન વ્રજ પેલેસ અતિથિ ભવનનું વલ્લભ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા નિર્માણ કરવામાં આવ્યું છે. સભર 20 લક્ઝુરીયસ રૂમ તથા સ્યુટ સાથે વ્રજ પેલેસ અતિથિ ભવન દેશ – વિદેશના ભાવિકજનોને આધ્યાત્મિક સંકુલમાં શ્રીપ્રભુના સાનિધ્યમાં અલૌકિક નિવાસનો અવસર પૂરો પાડશે. વ્રજધામ ના કાર્યકમ માં ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ડોક્ટર વિજય શાહ, રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય બાળ કૃષ્ણ શુકલ, પૂરો મેયર ભરત ડાંગર, પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટ, સાથે મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા

Related posts

ખાનગી સ્કૂલના પટાવાળા દ્રારા સ્કૂલમાં ભણતી ચાર વર્ષની બાળકીના ગુપ્ત ભાગે છેડછાડ કરતા પોલીસે ધરપકડ કરી

admin

સાવલીના કે-જે કેમ્પસમાં મહિલા માર્ગસુરક્ષા જાગૃતિ કાર્યક્રમ – 400થી વધુ વિદ્યાર્થીનીઓને હેલ્મેટ વિતરણ

admin

સયાજી હોસ્પિટલ કરુણા વોર્ડ દ્વારા નિરાધાર લોકોને આશ્રય આપતી સંસ્થાનું સન્માન….

admin

Leave a Comment