Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

₹47 લાખના હેરોઈન કેસમાં સંડોવાયેલા ASIના 5 ફેબ્રુઆરી સુધી રિમાન્ડ મંજૂર, વડોદરા પોલીસમાં ખળભળાટ

વડોદરા શહેરમાં પોલીસ બેડામાં ખળભળાટ મચાવી દે તેવી ઘટના સામે આવી છે. ‘સેવા, સુરક્ષા અને શાંતિ’નું સૂત્ર ધારણ કરનાર વિભાગના જ એક કર્મચારી ડ્રગ્સના કાળા કારોબારમાં સંડોવાયેલા હોવાનું બહાર આવતા લોકોમાં ભારે ચર્ચા જાગી છે.

₹47 લાખના હેરોઈન કેસમાં આરોપી બનેલા ASI લક્ષ્મીકાંત દેસાઈના 5 ફેબ્રુઆરી સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. આ કેસમાં પોલીસ કર્મીની ભૂમિકા સામે આવતા અનેક સવાલો ઊભા થયા છે અને સમગ્ર પ્રકરણને લઈ લોકોમાં ચિંતાની લાગણી જોવા મળી રહી છે.

હવે રિમાન્ડ દરમિયાન આરોપી પાસેથી વધુ પૂછપરછ કરવામાં આવશે, જેમાં ડ્રગ્સ રેકેટ સાથે જોડાયેલા અન્ય શખ્સોના નામ બહાર આવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. તપાસ એજન્સીઓ આ સમગ્ર મામલાની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી હોવાનું જાણવા મળ્યું છે.

Related posts

વડોદરા થી લંડન સુધીની સાયકલયાત્રાનું સાહસી કાર્ય કરનાર નિશાકુમારીનું બી.આર.જી ગ્રુપ સંચાલિત ઊર્મિ સ્કૂલ ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું

admin

ગોત્રી જનરલ હોસ્પિટલમાં તબીબી અભ્યાસ કરતા બે વિધ્યાર્થીઓએ અંકોડિયા નર્મદા કેનાલમાં ડૂબી જતાં જીવ ગુમાવ્યો

admin

વડોદરા શહેર ટ્રાફિક પોલીસ દ્વારા વનનેસન વન ચલણનો થયો પ્રારંભ

admin

Leave a Comment