33.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરામાં ઘરનું સ્વપ્ન અધૂરું રહેતા એફોર્ડેબલ હાઉસિંગ કચેરીએ સ્થાનિકોનું વિરોધ પ્રદર્શન

વડોદરામાં સરકારી આવાસ ન મળતા ઘરનું સ્વપ્ન અધૂરું રહેતાં સ્થાનિકોએ એફોર્ડેબલ હાઉસિંગની કચેરી સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું. પૂઠાંના ઘર બનાવી ધરણા પર બેસેલા રહેવાસીઓએ તાત્કાલિક નિવાસની માંગ ઉઠાવી હતી.

ગોરવા વિસ્તારમાં ચાર મહિના અગાઉ પાલિકાએ દબાણરૂપ મકાનો તોડી પાડ્યા હતા, જેના કારણે અંદાજે ૨૫૦ પરિવારજનો રાતોરાત રસ્તા પર આવી ગયા હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું. અસરગ્રસ્ત પરિવારો દ્વારા સરકારી આવાસ મેળવવા માટે રૂ. ૫ હજારની ડિપોઝિટ રકમ પણ ભરવામાં આવી હોવાનું જણાવાયું છે.

સ્થાનિક અગ્રણીઓએ આક્ષેપ કર્યો હતો કે વડોદરામાં અનેક સરકારી આવાસો ખાલી પડ્યા હોવા છતાં યોગ્ય લાભાર્થીઓને આપવામાં આવતા નથી. તેઓએ વહીવટીતંત્ર સામે ન્યાયની માંગ કરી હતી.

વિરોધકારીઓએ ચેતવણી આપી હતી કે જો વહેલી તકે સમસ્યાનો નિરાકરણ નહીં આવે તો ઉગ્ર આંદોલન હાથ ધરવામાં આવશે.

Related posts

સાવલી તાલુકાના મંજુસર, ગોઠડા સહિત સાવલીના ગાયત્રી મંદિરે આંતરરાષ્ટ્રીય હિન્દૂપરિસદના અધ્યક્ષએ મુલાકાત કરી

admin

ટાઇટલ- ગુજરાતનું પ્રથમ સબ સ્ટેશન હસે જે પહેલા માળે બનશે

admin

સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીક આવતા વોર્ડ-16માં રાજકીય ગરમાવો, આક્ષેપ-પ્રતિઆક્ષેપ તેજ

admin

Leave a Comment