40.7 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

ગોત્રી જનરલ હોસ્પિટલમાં તબીબી અભ્યાસ કરતા બે વિધ્યાર્થીઓએ અંકોડિયા નર્મદા કેનાલમાં ડૂબી જતાં જીવ ગુમાવ્યો

ગોત્રી જનરલ હોસ્પિટલમાં તબીબી અભ્યાસ કરતા બે વિધ્યાર્થીઓએ અંકોડિયા નર્મદા કેનાલમાં ડૂબી જતાં જીવ ગુમાવ્યો હતો.ચપ્પલ કેનાલમાં પડી ગયું હોય તે કાઢવા જતાં બંને ડૂબ્યા હતા.

વડોદરા શહેરના ગોત્રી GMERS હોસ્પિટલમાં મેડિકલનો અભ્યાસ કરતા પ્રેમ માતંગ અને આદિત્ય રામકૃષ્ણ જેઓ સુરત અને જામનગરના વતની હતા અને ગોત્રી મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા હતા.તેઓના અંકોડિયા ખાતે આવેલી નર્મદા કેનાલમાં ડૂબી જતાં મોત નિપજ્યાં છે.એક વિદ્યાર્થીનું ચપ્પલ પાણીમાં પડી જતાં તે બહાર કાઢવા માટે ગયા હતા.જેમાં એક વિધ્યાર્થીને તરતાં આવડતું હતું.જ્યારે બીજાને તરતાં આવડતું ન હતું.જેથી એક વિધ્યાર્થી તણાતા તેને બચાવવા જતાં બીજો વિધ્યાર્થી પણ ડૂબ્યો હતો.પ્રાપ્ત માહિતી અનુસાર ગોત્રી હોસ્પિટલમાં મેડિકલ નો અભ્યાસ કરતા પ્રેમ માતંગ અને આદિત્ય રામકૃષ્ણ જેઓ સુરત અને જામનગરના વતની હતા.તેઓ બંને મેડિકલના વિધ્યાર્થીઓ અંકોડિયા ખાતેથી પસાર થતી નર્મદા કેનાલ પાસે બુધવારે સાંજે આશરે સાડા ચાર થી પાંચ વાગ્યા દરમિયાન ગયા હતા જ્યાં એક વિદ્યાર્થીનું ચપ્પલ પાણીમાં પડી જતાં તે બહાર કાઢવા માટે ગયા હતા જેમાં એક વિધ્યાર્થીને તરતાં આવડતું હતું જ્યારે બીજાને તરતાં આવડતું ન હતું જેથી એક વિધ્યાર્થી તણાતા તેને બચાવવા જતાં બીજો વિધ્યાર્થી પણ ડૂબ્યો હતો જે અંગેની જાણ કોઇ નાગરિક દ્વારા ફાયરબ્રિગેડ ને કરાતાં ફાયરબ્રિગેડ ના લાશ્કરોએ સ્થાનિકોની મદદથી મૃતદેહો ને બહાર કાઢવામાં આવ્યા હતા.સમગ્ર મામલે ગોત્રી મેડિકલ કોલેજમાં ગમગીની છવાઇ ગઇ હતી.

Related posts

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના રાષ્ટ્રીય મંત્રી ક્ષમા બેન શર્માનો ગુજરાતના પ્રવાસ અર્થે એમ.એસ.યુનિવર્સિટી ખાતે પહોંચ્યા

admin

ડભોઇ શહેર લાલ બજારની શિવશક્તિ હોટલ માં ગેસ સિલિન્ડર લીક થતા ભીષણ આગ

admin

ભારદારી વાહનોની પ્રવેશબંધી માટે લગાવવામાં આવેલી લોખંડની રેલીંગ નમી પડતા જોખમી સાબિત થઈ

admin

Leave a Comment