Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

શાતીર ચોરોએ પોતાની મોડસ ઓપરેન્ડી બદલી ફોર્મલ કપડાં પહેરીને ચોરીને અંજામ આપ્યો

વડોદરામાં ઘરફોડ ચોરીનો એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. ચોરોએ પોતાની મોડસ ઓપરેન્ડી બદલી ફોર્મલ કપડાં પહેરી જાણે ઓફિસે જતાં હોય તેમ ઘરમાં પ્રવેશ કરી ચોરીને અંજામ આપ્યો હોવાના દ્રશ્યો CCTVમાં કેદ થયા છે.

સમા વિસ્તારમાં રહેતા ઉદ્યોગપતિ નરેશ પટેલના ઘરમાં થયેલી અંદાજે 18 લાખ રૂપિયાની ચોરીનો ભેદ ક્રાઇમ બ્રાન્ચે ઉકેલ્યો છે. પોલીસે CCTV ફૂટેજ, ટેકનિકલ સોર્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે કાર્યવાહી કરીને કુલ 74 લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હોવાનું જાણવા મળ્યું છે.

પોલીસ તપાસમાં ખુલ્યું છે કે લગ્ન પ્રસંગે ઘરે લાવવામાં આવેલા દાગીનાની ચોરી કરવામાં આવી હતી. ઘટનાના સમયે એક આરોપી ઘરની બહાર લાગેલી લાઇટ બંધ કરતો CCTVમાં કેદ થયો હતો. વધુમાં, આ શાતીર ચોરોએ વડતાલની એક ધર્મશાળામાં રોકાઈને કુલ ચાર ઘરફોડ ગુનાઓને અંજામ આપ્યો હોવાનું પણ બહાર આવ્યું છે.

ક્રાઇમ બ્રાન્ચે જોધપુર (રાજસ્થાન)ના બે આરોપીઓને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.

Related posts

છોટાઉદેપુર જિલ્લાના 29 જેટલા પરીક્ષા કેન્દ્રો ખાતે ધોરણ 10 બોર્ડની પરીક્ષા માટે 13527 જેટલા પરીક્ષાાર્થીઓ પરીક્ષા આપવા માટે રવાના થયા

admin

શનિ મંદિર પરિવાર દ્વારા ભગવાન ખાટુ શ્યામની પ્રાણ પ્રતિષ્ઠા પૂર્વે ભગવાન ખાટુ શ્યામની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી

admin

સ્ટ્રીટ ડોગને અજાણ્યા ઇસમો દોરડાથી બાંધીને અન્ય જગ્યાએ મુકી આવ્યા

admin

Leave a Comment