40.7 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં આવેલા સનફાર્મા રોડ પર આવેલી ફર્નિચર દુકાનમાં રૂપિયા લેતી-દેતીના મુદ્દે મારામારી

વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં આવેલા સનફાર્મા રોડ પર ગેલેક્ષી હોસ્પિટલની બાજુમાં આવેલી લેન્ડમાર્ક ફર્નિચર દુકાનમાં રૂપિયા લેતી-દેતીના મામલે હિંસક બનાવ સર્જાયો હતો. દુકાનના માલિક યામીનભાઈ સાથે બહારથી આવેલા ચાર જેટલા ઇસમોએ ઉગ્ર બોલાચાલી બાદ લાકડાના ફટકાથી હુમલો કર્યો હોવાની માહિતી મળી છે.

આ હુમલામાં દુકાનમાં ભારે તોડફોડ કરવામાં આવી હતી તેમજ બહાર પાર્ક કરેલી ગાડીઓને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. અચાનક બનેલી ઘટનાથી સમગ્ર વિસ્તારમાં અફરાતફરી ફેલાઈ ગઈ હતી અને સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો.

બનાવની જાણ થતાં જ જે.પી. રોડ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને પરિસ્થિતિ કાબૂમાં લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ સહિતના આધારોના આધારે તપાસ શરૂ કરી છે.

શહેરમાં આવી હિંસક ઘટનાઓ સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી હોવાનું પણ પોલીસ તરફથી જણાવવામાં આવ્યું છે.

Related posts

મહેદવીયા સ્કૂલ,ડભોઈ ખાતે શિક્ષક દિનની ભવ્ય ઉજવણી

admin

શેરમાર્કેટમાં રોકાણ કરવાના બહાને 1.28 કરોડ રૂપિયાની ઠગાઇ કરતી ટોળકી ઝડપાઇ.

admin

વડોદરા શહેરની મધ્ય ગુજરાતની સૌથી મોટી એવી SSG હોસ્પિટલ ખાતે ટીબીના સચોટ નિદાન માટે ‘ટ્રુનાટ મશીન’નું લોકાર્પણ

admin

Leave a Comment