Genius Daily News
ડભોઈવડોદરા જિલ્લો

ડભોઇ તાલુકાના સેજપુરા ગામનું બસ સ્ટેશન બન્યું ભૂતિયા બંગલો’

​ડભોઇ એક તરફ ગુજરાત સરકાર ‘ડિજિટલ ઇન્ડિયા અને આધુનિક ટેકનોલોજીના બણગા ફૂંકી રહી છે, ત્યારે બીજી તરફ ડભોઇ તાલુકાના સેજપુરા ગામના બસ સ્ટેશનની હાલત જોતા વિકાસના દાવા પોકળ સાબિત થઈ રહ્યા છે. સેજપુરા ગામનું એકમાત્ર બસ સ્ટેશન છેલ્લા ઘણા સમયથી અત્યંત જર્જરિત અને બિસ્માર હાલતમાં ફેરવાઈ ગયું છે જેને કારણે સ્થાનિક ગ્રામજનો અને મુસાફરો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે છતમાંથી પડતા પોપડા: બસ સ્ટેશનના છતના ભાગેથી સિમેન્ટના મોટા પોપડા ઉખડીને નીચે પડી રહ્યા છે.

મુસાફરોને સતત માથા પર ઈજા થવાનો ડર રહે છે ઝાડ-ઝાંખરાનું સામ્રાજ્ય: યોગ્ય જાળવણીના અભાવે બસ સ્ટેશનની અંદર અને આસપાસ કાંટાળા ઝાડ-ઝાંખરા ઉગી નીકળ્યા છે જીવ-જંતુઓનો વસવાટ: આ ગંદકી અને ઝાડી-ઝાંખરામાં ઝેરી જીવ-જંતુઓએ અડિંગો જમાવ્યો છે, જેના કારણે બસની રાહ જોઈને ઉભા રહેવું પણ જોખમી બન્યું છે બેસવાની સુવિધાનો અભાવ: પ્લેટફોર્મ તૂટી ગયું હોવાથી મુસાફરોને કલાકો સુધી ઉભા રહેવું પડે છે, જેમાં વૃદ્ધો અને નાના બાળકોની હાલત વધુ કફોડી થાય છે.
​ગ્રામજનોની માંગસ્થાનિક લોકોનું કહેવું છે કે અનેક રજૂઆતો છતાં તંત્ર દ્વારા આ બાબતે કોઈ ધ્યાન આપવામાં આવતું નથી. આધુનિક યુગમાં પણ ગામડાના લોકો પાયાની સુવિધા માટે તરસી રહ્યા છે. ગ્રામજનોની એક જ માંગ છે કે વહેલી તકે આ ભયજનક બસ સ્ટેશન તોડીને ત્યાં નવું અને સુવિધાયુક્ત બસ સ્ટેશન બનાવવામાં આવે જેથી કોઈ મોટી જાનહાનિ ટાળી શકાય.

Related posts

વડોદરા શહેર પોલીસ ઝોન 3 દ્વારા ગત રાત્રે વિસ્તારમાં આવતી હોટલમાં સરપ્રાઈઝ ચેન્કીંગ હાથ ધરવામાં આવ્યું

admin

પોલીસની કામગીરી સામે ગંભીર આક્ષેપો પોલીસે અગાઉ મારી ફરિયાદ સગેવગે કરી પુરાવા આરોપીને સોંપી દેતા છેલ્લા 8 વર્ષથી કોર્ટના ધક્કા ખાવાનો વખત આવ્યો

admin

ડભોઇ તાલુકાના કરનેટ વસાહત નંબર એક થી પસાર થતી માઇનોર કેનાલ માં મોટું ગાબડું

admin

Leave a Comment