40.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા શહેરના ગોરવા તળાવ ખાતે ‘મન કી બાત’ કાર્યક્રમનું આયોજન

વડોદરા શહેરના ગોરવા તળાવ પાસે ‘મન કી બાત’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સયાજીગંજ વિધાનસભા વિસ્તારમાં ખાતમુહૂર્ત પ્રસંગે આયોજિત આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંબોધનનું પ્રસારણ નિહાળવામાં આવ્યું હતું.

કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાને દેશના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. તેમણે ક્રિકેટ વિષયક પ્રસંગો, કૃત્રિમ બુદ્ધિમત્તા (AI) અંગે નવી માહિતી તેમજ અમૂલ દૂધ સહકારી આંદોલન અંગે પણ ઉલ્લેખ કર્યો હતો.

આ પ્રસંગે સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેયુરભાઈ રોકડિયા ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ પૂર્વ વડોદરા સાંસદ રંજનબેન ભટ્ટ, પૂર્વ ધારાસભ્ય જીતુભાઈ સુખડિયા, પૂર્વ મેયર ભરતભાઈ ડાંગર, પૂર્વ કાઉન્સિલર રાજેશભાઈ આયરે સહિત વિવિધ વિસ્તારોના કાઉન્સિલરો અને સંગઠનના હોદ્દેદારો હાજર રહ્યા હતા.

મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને સ્થાનિક નાગરિકોએ પણ ‘મન કી બાત’ કાર્યક્રમ નિહાળી ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

Related posts

વડોદરા શહેરના ઓલપાદરા રોડ પર આવેલા એબીએસ ટાવરમાં શોર્ટ સર્કિટથી A.C.ના કોમ્પ્રેસરમાં આગ લાગી

admin

યુનાઇટેડ વે માં ગઈકાલે ફરી બબાલના દ્રશ્યો જોવા મળ્યા

admin

વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે રીઢા ઘરફોડ ચોરને ચોરીની બાઇક સાથે ઝડપી પાડ્યો

admin

Leave a Comment